શોધખોળ કરો

PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન, સી.આર.પાટીલ સહિતના આગેવાનોએ કર્યું સ્વાગત

પીએમ મોદીના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રફૂલ પાનસેરીયા, સંગીતા પાટીલ, ગોવિંદ ધોળકીયા, સુરત મેયર સહિત પદાધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

સુરત: પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થયું છે.  પીએમ મોદીના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રફૂલ પાનસેરીયા, સંગીતા પાટીલ, ગોવિંદ ધોળકીયા, સુરત મેયર દક્ષેશ માવાણી સહિત અન્ય પદાધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.  

વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી.  આજે ફરી પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. આજે અને આવતીકાલે પ્રધાનમંત્રી મોદીનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ છે. સુરત, નવસારી અને સેલવાસમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. 

વિશાળ જનસભાને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી મોદી સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે, જ્યાં પ્રધાનમંત્રી મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરશે. 

પ્રધાનમંત્રી મોદી સેલવાસની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ નમો હોસ્પિટલ (ફેઝ-1)નું ઉદ્દઘાટન કરશે. બપોરે લગભગ 2:45 વાગ્યે, તેઓ સેલવાસ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ માટે રૂ. 2580 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ પણ કરશે. ત્યાર બાદ તેઓ સુરતનો પ્રવાસ કરશે અને સાંજે 5 વાગ્યાની આસપાસ તેઓ સુરત ફૂડ સિક્યોરિટી સેચ્યુરેશન કેમ્પેઇનનો શુભારંભ કરાવશે. સુરતનાં લિંબાયતમાં સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરશે અને 2.3 લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કરશે.

પ્રધાનમંત્રી મોદી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી થશે અને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરશે. તેઓ 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી સન્માનિત પણ કરશે.

લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી 3 કિમીનો રોડ શો

પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટથી સીધા સેલવાસા જશે. સેલવાસાથી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટિયા હેલીપેડ પહોંચશે. પીએમ મોદી પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી 3 કિમીનો રોડ શો યોજશ.  સાંજે 5 વાગ્યે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી મોદી જાહેર સભાને સંબોધશે. અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે.   8 માર્ચ શનિવારે સુરત એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Embed widget