Narmada : રાજપીપળાના ભાજપના કાઉન્સિલરે આપઘાત કરી લેતા ચકચાર, કારણ અકબંધ
કોર્પોરેટર નામદેવ દવે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પત્ની અને પુત્રી વડોદરા હતા ત્યારે આપઘાત કર્યો હતો. પત્નીની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદાઃ રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કાઉન્સિલરે ગઈ કાલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. કોર્પોરેટર નામદેવ દવે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પત્ની અને પુત્રી વડોદરા હતા ત્યારે આપઘાત કર્યો હતો. પત્નીની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક પાલિકા સભ્યની પત્નીની ફરિયાદને આધારે રાજપીપળા પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. નામદેવ દવે એ રાજપીપળા સ્થિત પોતાના જ ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે આપઘાત કર્યો ત્યારે એમની પત્ની અને પુત્રી રાજપીપળામાં હાજર નહોતા.
આપઘાતની જાણ થતાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, રાજપીપળા પાલિકા પ્રમુખ ફૂલદીપ સિંહ ગોહિલ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, કમલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ત્યાં દોડી આવ્યા હતા. પાડોશીઓ નામદેવ દવેને તુરંત રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, જો કે હાજર તબીબે એમને મૃત જાહેર કર્યા હતા. રાજપીપળા સીવીલ હોસ્પિટલ ખાતે નામદેવ દવેના મૃતદેહને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાયા બાદ પરિવારજનોને સોંપણી કરાઈ હતી. નામદેવ દવેની પત્નીની ફરિયાદને આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.