Hardik Patel: હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર, સરથાણા રેલી કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો
સરથાણા પોલીસ દ્વારા રેલીની મંજૂરી ન હોવા છતાં ભંગ બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
Surat News: ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. સરથાણા વિસ્તારમાં રેલીમાં ઉગ્ર ભાષણ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટમાં હાર્દિક પટેલ હાજર રહ્યો હતો. 15 હજારનાં જામીન ભરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, સરથાણા પોલીસ દ્વારા રેલીની મંજૂરી ન હોવા છતાં ભંગ બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે 3/12/ 2017 નાં દિવસે રેલી કાઢી હતી. રેલીમાં રાજક્રિય પાર્ટી વિરુદ્ધ ભાષણ કરવાનો આરોપ હતો. આ ગુના સંબંધિત નામ. કોર્ટ દ્વારા પુરાવો તથા બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ ચુકાદો આપ્યો હતો.
હાર્દિક પટેલે નિર્દોષ જાહેર થયા બાદ કહ્યું કે, આજે સત્યનો વિજય થયો છે. સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017 ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું. વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે નિવેદન આપ્યું. કોંગ્રેસમાં નેતાઓ સતત ગુંગળામણ અનુભવી રહ્યા છે. વિકાસના કામોમાં સહયોગ આપવા માટે કોંગ્રેસમાંથી છુટા થયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. 550 વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે તેવામાં કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જોડાઈ વિકાસના કામો વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. જે બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યો જીત્યા હતા ત્યાં કોઈપણ વિકાસના કામો થયા નથી. વિકાસના કામોમાં મદદ પણ કરી નથી એટલા માટે કોંગ્રેસમાંથી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. વડોદરાની ઘટના અંગે હાર્દિકે દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતક બાળકોના માતા પિતાને ભગવાન શક્તિ પ્રદાન કરે. વિકાસશીલ ગુજરાતમાં આ પ્રકારની ઘટના બનવી એ દુઃખની બાબત છે.
આ પહેલા વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરના ધુતારપુરમાં ચાર નવેમ્બર, 2017માં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ધુતારપુર સભામા વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામા આવ્યો હતો.
4 નવેમ્બર 2017માં તત્કાલિન પાસ કન્વિનર હાર્દિક પટેલ અને કન્વિનર અંકિત ઘાડિયાએ જામનગરના ધુતારપુર-ધૂળશિયા ગામે દયાળજી ભીમાણીની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં હાર્દિક પટેલે વિવાદીત નિવેદન કર્યું હતું. ત્યારબાદ જામનગરના પંચકોશી એ ડિવીઝન પોલીસમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ જામનગરની એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે.
હાર્દિક પટેલ વિરૂદ્ધ અનેક કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. આ પહેલા એક કેસમાં સુરત આવેલ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2017 માં યોગીચોકમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના અનુસંધાને એક હતો જેનું ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજર થયો છું, કોર્ટની પ્રર્ક્રિયાનું હમેંશા માન સન્માન રાખેલું છે અને કાયદાકીય પ્રક્રિયામાં જે વકીલ સાથે રાખીને કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય તે આજે ફર્ધર સ્ટેટમેન્ટના રૂપે જવાબ આપ્યા છે, કાયદાની પ્રક્રિયા કાયદાના હિસાબથી કામ કરશે.