શોધખોળ કરો
Advertisement
સુરતમાં કોરોનાથી સાજા થયેલા લોકોને મનપા કમિશ્નરે શું કરી અપીલ? જાણો વિગત
કોરોનાના દર્દીઓને માનસિક રીતે મજબૂત કરવા માટે સાજા થયેલા દર્દી મદદ કરે તો દર્દીઓ વહેલા સાજા થઈ શકે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી સુરતમાં કોરોનાના કેસો સૌથી વધુ નોંધાઇ રહ્યા છે. ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ કોરોનાને હરાવી સાજા થયેલા લોકોને વોલેન્ટિયર તરીકે સેવા આપવા અપીલ કરી છે. તેમણે કોરોનાને મ્હાત આપનાર લોકોને અપીલ કરી છે કે, કોરોનાના દર્દીઓને માનસિક રીતે મજબૂત કરવા માટે સાજા થયેલા દર્દી મદદ કરે તો દર્દીઓ વહેલા સાજા થઈ શકે.
તેમણે જણાવ્યું હતું કે, પોતાના દ્રઢ મનોબળ અને હકારાત્મક અભિગમ થકી સાજા થનાર દર્દી બીજાને મદદ કરે. સાજા થયેલા દર્દીઓ સ્વયં સેવક તરીકે ફરજ બજાવવા માંગતા હોય તો સુરત મનપાનો સંપર્ક કરવા જણાવાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
દુનિયા
Advertisement