Surat: સુરતમાં સંપત્તિને લઈને બાળકોની હાજરીમાં જ વહુએ સાસુને માર્યો માર,પોલીસે કાર્યવાહી ન કરતા ઉઠ્યા સવાલો
સુરત: શહેરના ડીંડોલી વિસ્તારનો એક અજીબો ગરીબ વિડિયો વાયરલ થયો છે. જેમાં એક વહુ પોતાની સાસુને માર મારી રહી છે. જે અનુસંધાને પતિએ ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે હકીકત જણાવી છે.
સુરત: શહેરના ડીંડોલી વિસ્તારનો એક અજીબો ગરીબ વિડિયો વાયરલ થયો છે. જેમાં એક વહુ પોતાની સાસુને માર મારી રહી છે. જે અનુસંધાને પતિએ ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે હકીકત જણાવી છે. 10 દિવસ જેટલો સમય વિતી ગયો છતાં પોલીસ કાર્યવાહી ના નામે મીંડુ છે. ત્રણ વર્ષ અગાઉ મહિલાએ સંપત્તિની લાલચે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવેલ છે.
ફરિયાદ પાછી લેવા સંપત્તિ પોતાના નામે કરવાની માંગણી કરવામાં આવી છે. ત્યારે સસરાના નામે રહેલ લિંબાયતની સંપત્તિ વહુના નામે કરી દીધી હતી. ત્યારબાદ વહુએ સમાધાન કરવાની ના પાડી હતી. ગામડાની સંપત્તિ પણ માંગતા પતિએ આપવાની ના પાડી હતી. જેથી વહુએ ઉશ્કેરાઈ જઈ પોતાની સાસુને ઢોર માર માર્યો હતો. હાલ આ બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે બનાવની હકીકત જણાવવામાં આવી છે. જો કે, પોલીસે આ અરજીના અનુસંધાને કોઈ નક્કર પગલાં ન લેતા અનેક સવાલો ઉઠ્યા છે. ડીંડોલી પોલીસ દ્વારા વૃદ્ધોની વાત સાંભળવામાં આવતી નથી તેવું ચર્ચાઓ ચાલી રહી છે.
સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામ!
સુરત: શહેરમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રથી વહેલી સવારે સુરત પહોંચેલા યુવકનો મોબાઈલ ઝુંટવી ગઠિયા ફરાર થઈ ગયા હતા. હવે શહેરમાં ફરી મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. આ વખતે ધારાસભ્યની પત્નીનો મોબાઈલ સ્નેચ થયો છે. ધારાસભ્ય તુષાર ચૌધરીની પત્નીનો મોબાઈલ ઝૂંટવી આરોપીઓ ફરાર થઈ ગયા છે.
તુષાર ચૌધરી માજી કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય છે. ડો.તુષાર ચૌધરીનાં પત્ની છે ડો.દીપ્તિબેન ચૌધરીનો મોબાઈલ લઈને આરોપીઓ નાસી ગયા હતા. જોગર્સ પાર્ક પાસે સ્નેચર મોબાઈલ ઝૂંટવી ભાગી જતા ચકચાર મચી જવા પામી છે. મોપેડ પર આવેલા બે ઈસમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલમાં ઉમરા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે. મોબાઈલ સ્નેચિંગની ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સૌરાષ્ટ્રના યુવકનો મોબાઈલ લઈ ગઠીયા ફરાર
સુરત શહેરમાં મોબાઈલ સ્નેચર બેફામ બન્યા છે. સુરતના કાપોદ્રા ચાર રસ્તા ખાતે મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. યુવક ફોન પર વાત કરતો હતો ત્યારે બાઈક ચાલકોએ મોબાઈલની ચીલ ઝડપ કરી હતી. વહેલી સવારે સૌરાષ્ટ્રથી આવેલી બસમાંથી યુવક સુરત આવ્યો હતો. મોબાઈલ સ્નેચરો બસની વોચ રાખી રહ્યા છે તેથી બસમાંથી ઉતરતા પહેલા ચેતવું જરૂરી છે.
સુરતના કાપોદ્રા ચાર રસ્તા ખાતે મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી pic.twitter.com/0sXe5320lf
— ABP Asmita (@abpasmitatv) June 18, 2023
મોબાઈલ સ્નેચિંગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જો કે, ચોરીના આ ઘટના પહેલીવાર નથી બની. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial