Surat : CA કરતી યુવતી ગુમ થવા મુદ્દે થયો મોટો ધડાકો, પોલીસને સીસીટીવીમાં શું હાથ લાગી મોટી કડી?
વરાછાની સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થી ઘરેથી બૂક લેવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ ગઈ હતી. આ પછી તેના પતિને ખંડણીનો ફોન આવ્યો હતો અને દીકરી હેમખેમ પરત જોઈતી હોય તો રૂપિયા 10 લાખની ખંડણી માગવામાં આવી હતી.
સુરતઃ બે દિવસ પહેલા ગુમ થયેલી CAની 20 વર્ષીય વિદ્યાર્થિની મુદ્દે મોટા ખુલાસો થયો છે. યુવતીનું અપહરણ નહીં,પરંતુ પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનો ધડાકો થયો છે. યુવતી છોકરા સાથે મોપેડ પર જતી CCTVમાં કેદ થઈ છે. યુવતીના પિતાએ કહ્યું- ખંડણી માગતા અપહરણ અને ફોટા જોઈ છોકરા સાથે હોવાનું લાગી રહ્યું છે. રત્નકલાકાર પિતા પર 10 લાખ રૂપિયાની ખંડણીનો ફોન પણ આવ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, વરાછાની સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થી ઘરેથી બૂક લેવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ ગઈ હતી. આ પછી તેના પતિને ખંડણીનો ફોન આવ્યો હતો અને દીકરી હેમખેમ પરત જોઈતી હોય તો રૂપિયા 10 લાખની ખંડણી માગવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા વિદ્યાર્થિની છોકરા જતી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, યુવતી ગત બુધવારે સાંજે ઘરેથી સીએની બૂક લેવા જવાના બહાને નિકળ્યા બાદ ગુમ છે. બીજી તરફ યુવતીના પિતાને અજાણ્યા ઈસમે ફોન પર 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. એટલું જ નહીં, વિદ્યાર્થિની બુક લેવા ગઈ ત્યારે તેનો ફોન ઘરે જ મુકી ગઈ હતી. પિતાએ ફોન ચેક કરતા ફોન ફોર્મેટ મારેલો હતો. જેને કારણે ફોનમાંથી કોઈ રેકોર્ડ મળ્યા નહોતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સીસીટીવી કેમેરામાં છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે, યુવતીના કાપોદ્રાના યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તે પણ ઘરેથી ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને પકડાઈ નહીં જવાય તે માટે બંને જણા પોત પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મુકીને ગયા છે.
સુત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે, યુવતીના પ્રેમ પ્રકરણની વાત તેના પરિવારે પોલીસથી છુપાવી હતી. થોડા દિવસ પહેલા યુવકના પિતાએ મોબાઈલમાં ફોટા જોઈ લીધા હતા અને ગઈકાલે તે પણ ઘરેથી ગાયબ હોવાથી બંને જણા સાથે જ ભાગી ગયા હોવાની શક્યતા વધી જવા પામી છે.