શોધખોળ કરો

Surat: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા 12 વર્ષીય બાળકનું મોત

Surat: ખટોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રાકેશ શાહુ ઓરિસ્સાથી વેકેશન માટે સુરત આવ્યો હતો. ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ છે.

Surat: સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, શહેરના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા 12 વર્ષીય બાળકનું મોત થયું હતું. લિફ્ટમાં માથું ફસાતા 12 વર્ષીય બાળકનું મોત થયું હતું. ખટોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મળતી જાણકારી અનુસાર, ભટાર વિસ્તારમાં 12 વર્ષીય રાકેશ શાહુ સ્વિચ ચાલુ કરી લિફ્ટ જોવા ગયો હતો. જ્યાં લિફ્ટમાં માથું ફસાતા બાળકનું મોત થયું હતું. રાકેશ શાહુ ઓરિસ્સાથી વેકેશન માટે સુરત આવ્યો હતો. ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ છે. ખટોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

તાજેતરમાં જ  બનાસકાંઠાના પાલનપુરમાં માતા-પિતા  માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો હતો. 2 કલાકથી વધુ સમય બાળક બંધ ગાડીમાં રહેતા તેનું શ્વાસ રૂંધાતા મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો બાળક સંતાકુકડીની રમત રમતો હતો અને  આ સમયે તે એક 2 વર્ષથી બંઘ પડેલી કારમાં સંતાઇ ગયો હતો. દુર્ભાગ્યવશ બાળકે ડોર બંધ કરતા દરવાજો લોક થઇ ગયો અને બાદ દરવાજો ન ખુલતા , બાળકનું શ્વાસ રૂંધાતા મોત નિપજ્યું હતું.  મૃતક બાળકની ઓળખ નિક્ષીક દવે તરીકે થઇ છે. પાંચ વર્ષનો નીક્ષિક દવે ઘરની બહાર રમતો-રમતો ડેરી પાસે બે વર્ષથી પડેલ અવાવરું ગાડીમાં બેસી ગયો હતો. બાળકે ગાડીને અંદરથી લોક મારી દીધા બાદ અંદરથી ગાડીનો દરવાજો ન ખુલતા બે કલાક સુધી બાળક કારમાં જ ફસાઇને રહ્યો.      

કાર બંધ હાલતામાં હોવાથી શ્વાસ રૂંઘાતા બાળકનું મોત થયું છે. લાંબો સમય સુધી બાળક આસપાસ ન દેખાતા પરિવારજનોએ બાળકની શોધખોળ કરતા બાળકનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. કુળનો દીપક અચાનક અણધારી રીતે બુઝાઇ જતાં પરિવારમો શોક વ્યાપી ગયો છે. આ સમગ્ર ઘટના માતા પિતા માટે લાલબતી સમાન છે. જો આપના ઘરમાં આસપાસ આવા બંધ હાલતમાં પડેલા વાહન હોય તો તેન લોક રાખવા જોઇએ અથવા તો હટાવી દેવા જોઇએ. આ ઘટના દર્શાવે છે કે, બાળકો આવી રમતો રમતા હોય ત્યારે માતા પિતાએ તેમના પર નજર પણ રાખવી જોઇએ.                                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

Embed widget