Surat : ખૂદ પિતાએ 10 વર્ષની દીકરીને બનાવી હવસનો શિકાર, પિતા થયો જેલભેગો
શહેરના સરથાણા વિસ્તારણાં ખૂદ પિતાએ જ માસૂમ દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચારેતરફથી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. પિતાએ જ પોતાની માસુમ બાળકી પર દુષ્કર્મ કર્યું.
સુરત: શહેરના સરથાણા વિસ્તારણાં ખૂદ પિતાએ જ માસૂમ દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચારેતરફથી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. પિતાએ જ પોતાની માસુમ બાળકી પર દુષ્કર્મ કર્યું. સુરતના સરથાણામાં 10 વર્ષની માસુમ કિશોરી સાથે છેડતી કરી. આ પછી એકલતાનો લાભ લઇ પિતા જ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. સરથાણા પોલીસે પિતાની ધરપકડ કરી છે.
જામનગરમાં પરિણીતા સાથેના પ્રેમસબંધનો કરુણ અંજામ આવ્યો છે. પતિ, પુત્ર અને અન્ય 2 સાથે મળી પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આરોપી જમના તેનો પતિ ભુજથી મેહુલને સાથે લાવી બોથડ પદાર્થના ઘા ઝીંકી વિક્ટોરિયા પુલ પાસે ફેંકી દીધેલ. એ ડીવીઝન પોલીસ મથકમાં 5 સામે હત્યાનો ગુન્હો નોંધાયો . પી.આઈ. એમ. જે. જલુ સહિતની ટીમે હાથ ધરી તપાસ છે.
વ્યારા નગરના કાનપુરામાં ખટાડી ફળિયામાં કાચા રોડ પર ખુલ્લી જગ્યામાં ગત 2 માર્ચના રોજ ભાટપુરના 22 વર્ષીય ઉમેશ ઉર્ફે સિમાર ગામીતની મોઢા પર પથ્થર મારી અને ગળું કાપી ઘાતકી હત્યાનો ભેદ ખુલ્યો હતો. કાનપુરાના યુવકે પ્રેમ પકરણની અદાવતમાં મિત્રની હત્યા કરી હોવાનું કબૂલાત કરતા પોલીસે તેને જેલ હવાલે કરી દીધો છે.
ભાટપુરમાં વિજળી ફળીયામાં રહેતો ઉમેશ પ્લમબરિંગનું કામકાજ કરે છે. જેની તેના જ મિત્રે પ્રેમપ્રકરણની અદાવતમાં હત્યા કરી નાંખી હતી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. વ્યારાના વડકુઇ રહેતા રોહિત ઉર્ફે પીન્ટુભાઇ જશવંતભાઈ ગામીતે હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું.રોહિતની અટક કરી પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો કિસ્સો બહાર આવ્યો હતો.ઉમેશ સાથે અગાઉ પ્રેમ પ્રકરણ બાબતે રોહિતને મન દુખ થયું હતું. પ્રેમ પ્રકરણની અદાવત રાખી બીજી તારીખે રોહિત મોટરસાયકલ પર ઉમેશને બેસાડી ગયો હતો અને નેહર કિનારે લઈ જઈ તેને ઘાતકી હત્યા કરી ભાગી ગયો.
રાજકોટ હોટેલ નોવામાં યુવતીની હત્યા અને યુવકના આપઘાતનો મામલે હવે મૃતક ધ્રુવા જોષીના પિતા હિરેનભાઈ જોષીનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે સવાર થી જ ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતા અમે ફોન કર્યો હતો. ફોન કરતા જેનીશે ધ્રુવાની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું. કોઈ પ્રેમ સંબંધ પણ હોઈ તેવી કોઈ દિવસ જાણ પણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ પણ આવી કોઈ વાત અમારા ધ્યાને આવી નથી. અમારી માંગ છે કે, અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી થાય .
કરણપરા વિસ્તારમાં આવેલા નોવા હોટેલમાં યુવતીની હત્યા કરી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કચ્છનો યુવક અને જામનગરની યુવતી રાજકોટમાં આવ્યા હતા. હોટલ નોવાના રૂમ નંબર 301માં યુવતીની હત્યા કરી યુવકે એસિડ પીધું. યુવકને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલે ખસેડાયો. એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો . યુવકે યુવતીની હત્યા કરતાં પહેલાં પરિવારને ફોન પર જાણ કરી હતી.
યુવતીએ માતા પાસે મદદ માંગી છતાં યુવકે કરી યુવતીની હત્યા. યુવતીના માતા પિતા જામનગરથી રાજકોટ પહોંચે તે પહેલાં જ યુવતીએ જીવ ગુમાવ્યો. યુવકનું નામ જેમીશ દેવાયતકા અને યુવતીનું નામ ધ્રુવા જોશી છે. સવારથી યુવક અને યુવતી નોવા હોટલમાં રોકાયા હતા. હત્યા અને આપઘાત મામલે એસીપી જી.એસ ગેડમનું નિવેદન પણ સામે આવ્યું છે. એસીપીએ કહ્યું કે, યુવતીને ગળે ટાઈ બાંધી હત્યા કાર્ય હોવાનું પ્રાથમિક તારણ છે. યુવતી અને યુવક સવારે ૯ વાગ્યે હોટેલમાં આવ્યા હતા. યુવકે હત્યા અને આપઘાત પહેલા પરિવારને જાણ કરી હતી. હોટલમાં એસિડ કેવી રીતે લઈ ગયા તેની તપાસ કરાશે. યુવક અને યુવતીના ફોન કબ્જે કર્યા. ફોનમાંથી પોલીસને મળ્યા રેકોર્ડિંગ.