શોધખોળ કરો

Surat : પાંચ માસની દીકરીને રાતે સ્તનપાન કરાવ્યા પછી સવારે બાળકી ઉઠી જ નહીં, ડોક્ટરને બતાવ્યું તો...

શહેરના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં શંકરનગર ખાતે રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

સુરત : શહેરના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં શંકરનગર ખાતે રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બાળકીને માતાએ સ્તનપાન કરાવ્યા બાદ મોતને ભેટી છે.  પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા રાકેશ દાસ ફૂટની લારી ચલાવી પત્ની કિરણદેવી અને બે પુત્ર તથા ત્રણ પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. 

દરમિયાન રાકેશની ત્રણ પુત્રી પૈકી પાંચ માસની શિવાનીને સોમવારે રાતે સ્તનપાન કરાવ્યું હતું. પાંચ માસની શિવાની સવારે નહીં જાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શિવાનીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોત અંગનું સચોટ કારણ જાણવા માટે રાંદેર પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ કારણ જાણવા મળશે. વધુ તપાસ રાંદેર પોલીસ કરી રહી છે.

Vadodara : એન્જિનીયર કોમલના અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવન

વડોદરાઃ વડોદરાની ઇજનેર યુવતી કોમલ પટેલના અંગદાન થકી પાંચ લોકોને નવજીવન મળશે. કેદારનાથની યાત્રાથી પરત ફર્યા બાદ એકાએક માથામાં ગંભીર દુખાવો શરૂ થયા બાદ બ્રેઈનડેડ થઈ હતી. માથાના વાળનું દાન કરીને કેન્સરના દર્દીઓને પણ આશાનું કિરણ આપ્યું. 

હ્રદય મુંબઈ, લીવર અને કિડની અમદાવાદ ખાતે અન્ય જરૂરતમંદ દર્દીઓ માટે લઈ જવામાં આવશે. કોમલ પટેલ પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ હતી.

તમે દવા ખરીદો છો એ અસલી છે કે નકલી?, આ રીતે માત્ર ગણતરીની મિનિટોમાં ચેક કરી શકશો

Medicine’s QR Code:  હવે મેડિકલ સ્ટોર અથવા ઓનલાઈન ખરીદવામાં આવેલી દવાની તમામ માહિતી એક જ સ્કેન દ્વારા બહાર આવશે. સરકારે દવાઓના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (APIs) પર QR કોડ મૂકવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે આ નિર્ણય હેઠળ ડ્રગ પ્રાઇસિંગ ઓથોરિટી (Drug Pricing Authority) એ 300 દવાઓ પર QR કોડ લગાવવાની તૈયારી કરી છે.

અહેવાલો અનુસાર, આનાથી દવાઓની કિંમતોમાં પારદર્શિતા આવશે અને બ્લેક માર્કેટિંગ પર અંકુશ આવશે. QR કોડ માટે જે દવાઓ પસંદ કરવામાં આવી છે તેમાં પેઇન કિલર, વિટામિન સપ્લીમેન્ટ્સ, બ્લડ પ્રેશર, સુગર અને ગર્ભનિરોધક દવાઓનો સમાવેશ થાય છે.

QR કોડનો શું ફાયદો થશે?
API માં QR કોડ દાખલ થવાથી, તે શોધવાનું સરળ બનશે કે તેની રચનામાં ખોટા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એટલે કે એ જાણી શકાશે કે આ દવા અસલી છે કે નકલી.  આ સિવાય દવાના ઉત્પાદનમાં વપરાતો કાચો માલ ક્યાંથી આવ્યો અને દવા ક્યાં જઈ રહી છે તે પણ QR કોડથી જાણી શકાશે. તેની મંજૂરી ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા 2019માં આપવામાં આવી હતી.

આ વેપારીઓની મુશ્કેલી વધશે 
ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે નાના કે મધ્યમ કદના વેપારીઓ માટે આ ફેરફારને અનુસરવું મુશ્કેલ બનશે. તેમનું કહેવું છે કે પેકેજિંગમાં આ ફેરફાર કરવો થોડો મુશ્કેલ હશે. તેમાં ઘણી મહેનત અને પૈસાની જરૂર પડશે. જોકે, ફાર્મા કંપનીઓનું કહેવું છે કે સિંગલ ક્યુઆર સિસ્ટમ રાખવી વધુ અનુકૂળ રહેશે. હાલમાં વિવિધ વિભાગોમાંથી દવાઓનું ટ્રેસીંગ કરવામાં આવે છે.

આ  દવાઓ પર લાગશે QR કોડ

અહેવાલો અનુસાર, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી  (NPPA)એ ડોલો, સેરિડોન, ફેબિફ્લુ, ઇકોસ્પ્રિન, લિમ્સી, સુમો, કેલ્પોલ, થાઇરોનોર્મ, અનવોન્ટેડ 72 અને કોરેક્સ સિરપ જેવી મોટી બ્રાન્ડનો સમાવેશ કર્યો છે. આ દવાઓનો ઉપયોગ તાવ, માથાનો દુખાવો, ગર્ભાવસ્થા ટાળવા, ઉધરસ, વિટામિનની ઉણપ વગેરેમાં થાય છે. 

મનીકંટ્રોલના સમાચાર અનુસાર, આ દવાઓની પસંદગી તેમના વર્ષભરના ટર્નઓવર પર માર્કેટ રિસર્ચ બાદ કરવામાં આવી છે. આ દવાઓની યાદી આરોગ્ય મંત્રાલયને મોકલવામાં આવી છે જેથી તેમને QR કોડ હેઠળ લાવવા માટે જરૂરી ફેરફારો કરવામાં આવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Embed widget