શોધખોળ કરો

'મારો ફોન કેમ નથી ઉપાડતી', સુરતમાં રત્નકલાકારે યુવતી પર કરી દીધો ચપ્પુથી હુમલો

સુરતમાં રત્ન કલાકારે સાથી મહિલા કામદાર પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વરાછાના LH રોડ પર રહેતી મહિલાના ઘરમાં ઘૂસી રત્નકલાકારે હુમલો કર્યો હતો.

સુરતઃ સુરતમાં રત્ન કલાકારે સાથી મહિલા કામદાર પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વરાછાના LH રોડ પર રહેતી મહિલાના ઘરમાં ઘૂસી રત્નકલાકારે હુમલો કર્યો હતો. રત્ન કલાકારે મહિલાના ઘરમાં ઘૂસી મારો ફોન કેમ નથી ઉપાડતી કહી ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વરાછા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેતી પરીણાતા પર સાથે કામ કરતા યુવકે ઘરમાં ઘુસી ચપ્પુથી હુમલો કર્યો હતો. યુવતી હીરાના કારખાનામાં નોકરી કરે છે. જેની સાથે આરોપી પણ નોકરી કરે છે. ત્યારે બુધવારે રાત્રે પરણીતા ઘરે હતી ત્યારે યુવક તેના ઘરે પહોંચ્યો હતો અને તું કેમ મારો ફોન નથી ઉપાડતી, બીજા સાથે જ વાત કર્યા કરે છે’ એવું કહીને માર મારી વાળ પકડીને ખેંચી હતી. તેમજ આ પછી ચપ્પુથી હુમલો કરી દીધો હતો. પરણીતા પર હુમલો કરીને યુવક ફરાર થઈ ગયો હતો.  આ અંગે પરણીતાએ આરોપી વિરુદ્ધ વરાછા પોલીસમાં ફરિયાદ નોંઘાવી હતી. પોલીસે ફરિયાદને આધારે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપીને જેલ હવાલે કરી દીધો હતો. 

અમદાવાદઃ પરણીતાએ પ્રેમસંબંધ તોડી નાંખતા પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  માધુપુરામાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની હત્યાના ગુનામાં  પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. નવીન રાઠોડ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. માધુપુરા પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. હવે આ પ્રેમસંબંધમાં હત્યા પ્રકરણમાં મોટો ધડાકો થયો છે. 

પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, બંને વચ્ચે 13 વર્ષથી સંબંધ હતા. આ પ્રેમસંબંધના કારણે આરોપીએ લગ્ન પણ કર્યા નહોતા. દરમિયાન દીકરીની સગાઈ થતાં સમાજમાં બદનામીના ડરે પ્રેમિકાએ પ્રેમી સાથેના સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. જેના કારણે આરોપીએ ઉશ્કેરાઇને પ્રેમિકાની હત્યા કરી નાંખી છે. પોલીસે જણાવ્યું હતું કે, આશા પરણીત હોવા છતાં નવીન સાથે 13 વર્ષથી પત્નીની જેમ રહેતી હતી.

આ હત્યાકાંડના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, આશાબેન માધવપુરા વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે શાક લેવા ઉભા થાવ ત્યારે પાછળથી આવીને એક પછી એક પાંચથી વધારે છરીના ઘા ઝીકી જાહેરમાં તેની હત્યા કરી હતી. મહિલા પર થતો હુમલો જોઇ લોકો મહિલાને બચાવવા દોડ્યા હતા. જોકે, પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હત્યાને પગલે પરિવારના સભ્યોએ રોકકળ કરી મૂકી હતી. જેને કારણે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

આરોપી નવીન રાઠોડ તેમજ મરણ જનાર મહિલા આશાબેન બોડાણા બને એક જ વિસ્તારમાં રહે છે. જેના કારણે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને તે દરમિયાન આ યુવકને આશાબેન સાથે પ્રેમ થયો હતો. જોકે આ મહિલાએ તેના બે બાળકો હોવાથી પ્રેમ સંબંધ રાખવાની મનાઈ કરી હતી જેના કારણે આરોપી યુવક નવીન રાઠોડ એ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આશાબેન બોડાણા માધવપુરા વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે શાક લેવા ઉભા થાવ ત્યારે પાછળથી આવીને એક પછી એક પાંચથી વધારે છરીના ઘા ઝીકી જાહેરમાં તેની હત્યા કરી હતી.

અમદાવાદમાં માધુપુરમાં પરિણીતતાને તેના પૂર્વ પ્રેમીએ છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.  પત્નીની હત્યાના બનાવમાં પતિએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ છૂટક મજૂરી કરે છે અને માધુપુરા પોલીસ સ્ટેશનની પાછળ મારવાડીની ચાલી કિરણનગરની બાજુમાં શાહપુર દરવાજા બહાર રહે છે. પતિએ ફરિયાદમાં લખ્યું છે કે, હું ઉપરના લખાવેલા હું સરનામે મારા પરિવાર સાથે રહું છું અને દૂધેશ્વર રોડ નાગોરી એસ્ટેટમાં કારખાનામાં ફેબ્રિકેશનની છૂટક મજૂરી કામ કરું છું. મારે સંતાનમાં એક દીકરી છે. તેમજ તેનાથી નાનો દીકરો છૂટક નોકરી કરે છે.

મારી પત્નીને અગાઉ ડામરવાળી ચાલીમાં રહેતો નરેશ ઉર્ફે નવીન રાઠોડની સાથે પ્રેમસંબંધ હોય અને ત્યારબાદ મારી પત્નીએ નરેશ ઉર્ફે નવીનની સાથે પ્રેમસંબંધ રાખવા માંગતા ન હોય જેથી આ નરેશ ઉર્ફે નવીન મગનભાઇ રાઠોડ મારી પત્નીને અવારનવાર બોલાવવાની કોશીશ કરતો હોય, પરંતુ મારી પત્ની આ નરેશ ઉર્ફે નવીન મગનભાઇ રાઠોડ નાઓની સાથે આજદિન સુધી બોલચાલ રાખતી ન હોય અને આજ રોજ તા.08/03/2022 સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે હું મારી નોકરી પૂરી કરીને મારા ઘરે ચાલતા ચાલતા પરત આવતો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
Embed widget