શોધખોળ કરો

Surat : ધો-10માં અભ્યાસ કરતી સગીરાએ કરી લીધો આપઘાત, પ્રેમી અને તેના પરિવાર પર શું લગાવ્યો આક્ષેપ?

ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરી પ્રેમી યુવાન અને તેનો પરિવાર લગ્ન દબાણ માટે કરતા હતા. કિશોરી આપઘાત પહેલા માતાને જાણકારી આપી ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તાર એક કિશોરી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરી પ્રેમી યુવાન અને તેનો પરિવાર લગ્ન દબાણ માટે કરતા હતા. કિશોરી આપઘાત પહેલા માતાને જાણકારી આપી ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પાંડેસરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરત : કલરટેક્ષ કંપનીના માલિકના પુત્ર કુણાલ કબૂતરવાળાની ધરપકડ બાદ છુટકારો થયો છે. ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. મારામારી અને છેડતીના ગુન્હામાં ધરપકડ કરવામાં આવી હતી. કુણાલ કબૂતરવાળાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટમાંથી આરોપીને જામીન મળ્યા છે. 

કબૂતરવાલા પરિવારના પુત્રએ સુરતમાં યુવતી સાથે કર્યું ગેરવર્તન હોવાના સનસનીખેજ આક્ષેપો લગાવ્યા હતા. પીડિત યુવતીએ ABP અસ્મિતા સાથેની વાતચીતમાં પોતાની સાથે ઘટેલી ઘટનાની બરબરતા વર્ણવી હતી. સૈતાન બની યુવતી પર કુણાલ કબૂતરવાળા તૂટી પડ્યો હતો. કુણાલ કબૂતરવાળા પર લગાવ્યા ગંભીર આક્ષેપ લગાવતાં કહ્યું મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું. 

સુરતમાં સર્કલ રિલેશન ઓફિસર તરીકે જોબ કરતી મણિપુરની યુવતી સાથે છેડતી કરી છે. ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. કૃણાલના પિતાને ફરિયાદ કરવા બોયફ્રેન્ડ સાથે ઘરે ગઇ તો હુમલો કરાયો હતો. મોટું નામ ધરાવતી કલરટેક્ષ કંપનીના માલિક કબૂતરવાલા પરિવારના યુવકે ટપોરીઓ જેવી હરકત કરી છે. કલર ઉત્પાદન ક્ષેત્રે ખૂબ મોટુ નામ ધરાવે છે કલરટેક્ષ કંપની.

યુવતીના મિત્ર દ્વારા કૃણાલ કબૂતરવાલા સામે ફરિયાદ નોંધાવી છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં છેડતી અને મારમારીની ફરિયાદ નોંધાઈ, જેના આધારે તપાસ શરૂ કરી છે. યુવતી સાથે ગેરવર્તન કરતા હરકતો વિડીયોમાં કેદ થઇ છે. કબૂતરવાલાએ યુવતીને રંજાડી હતી. 

Surat : દસમામાં ભણતી વિદ્યાર્થીનીને 28 વર્ષનો પાડોશી ટેરેસ પર લઈ ગયો ને નગ્ન કરીને બાંધ્યા શરીર સંબંધ, જાણો પછી શું થયું ? 

સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં 10 ધોરણની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 38 વર્ષીય રાહુલ અંકલ નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે. બિલ્ડીંગ પરના ધાબા પરની પાણીની ટાંકીનો કોક બંધ કરવા જતી વખતે એકલતાનો લાભ લઈ બળજબરી કરી હતી. 15 વર્ષીય કિશોરીએ માતાને વાત કેહતા માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પોલીસે પોક્સો અને દુસ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની શોધ શરૂ કરી છે. 

ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, નવાગામ ડિંડોલીમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 15 વર્ષીય સગીરા છે, જે ધો-10માં અભ્યાસ કરે છે. ગત શનિવારે સગીરાની માતાને હાથે દુખાવો થતા માતા-પિતા બંને દવાખાને ગયા હતા. બીજી તરફ સગીરા ઘરે એકલી હતી. આ તકનો લાભ લઈ આરોપી રાહુલે સગીરાને ધાબા પર પાણીનો કોક ચાલુ કરવા ધાબા પર બોલાવી હતી. સગીરા રાહુલને કાકા માનતી હોવાથી ત્યાં ગઈ હતી. આ સમયે રાહુલે પોત પ્રકાશ્યું હતું અને તની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. 

દરમિયાન માતા-પિતા દવાખાનેથી પરત ફરતાં દીકરી ગભરાયેલી જોવા મળી રહી હતી. ત્યારે માતાએ પૂછપરછ કરતાં તેણે સમગ્ર હકિકત જણાવી હતી. આથી રાહુલને પૂછતાં તેણે માંફી માંગી હતી અને ભવિષ્યમાં આવું નહીં કરવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સગીરાની માતાએ આરોપી સામે ફરિયાદ કરતાં આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે ગુનો નોંધી વધી તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Embed widget