Surat: વડોદમાં દિવાળીની રાતે ઘર આંગણે રમતી બાળકી રહસ્યમય રીતે થઈ ગઈ ગુમ
છેલ્લા 48 કલાકથી સુરત પોલીસના DCB, PCB સહિતના 100થી વધુ જવાનોએ આખો વિસ્તાર ખોદી બાળકીને શોધી નાખવા માટે રાત-દિવસ એક કરી નાખી છે. ગુમ થયેલી બાળકીને શોધવા માટે 100થી વધુ જવાનોની ટીમ કામ લાગી છે.
![Surat: વડોદમાં દિવાળીની રાતે ઘર આંગણે રમતી બાળકી રહસ્યમય રીતે થઈ ગઈ ગુમ Surat : a two year old girl missing from home on Diwali, police search start Surat: વડોદમાં દિવાળીની રાતે ઘર આંગણે રમતી બાળકી રહસ્યમય રીતે થઈ ગઈ ગુમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/06/ed7192fe154ce8be9584d0c36ad1ad75_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. ગુમ થયેલી બાળકીને શોધવા માટે 100થી વધુ જવાનોની ટીમ કામ લાગી છે. છેલ્લા 48 કલાકથી સુરત પોલીસના DCB, PCB સહિતના 100થી વધુ જવાનો શોધખોળ કરી રહ્યા છે.
સુરતના પાંડેસરા વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી અઢી વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. છેલ્લા 48 કલાકથી સુરત પોલીસના DCB, PCB સહિતના 100થી વધુ જવાનોએ આખો વિસ્તાર ખોદી બાળકીને શોધી નાખવા માટે રાત-દિવસ એક કરી નાખી છે.
બાળકી રમતાં રમતાં ક્યાંય ચાલી ગઈ કે માસૂમ બાળકીનું અપહરણ કરાયું એ વાતને લઈ શ્રમજીવી પરિવાર જ નહીં પણ પોલીસે પણ ચિંતા વ્યક્ત કરી છે. ઘટના દિવાળીની રાતની છે. બાળકીના પિતા મિલમાં મજૂરી કામ કરે છે. બે બાળકીઓમાં આ મોટી દીકરી છે. ઘર આંગણે રમતા રમતા ગુમ થઈ ગઈ છે. ઘરની આજુબાજુ ઝાડી-જંગલ છે. પોલીસ બધા જ કામ છોડીને દીકરીને રાત-દિવસથી શોધી રહી છે. સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. આજુબાજુના સીસીટીવી પણ ચેક કરાઈ રહ્યા છે. પાક્કો વિશ્વાસ છે કે દીકરીને શોધી નાખીશું.
PCB, DCB સહિતની ટીમો તહેવારો છોડી કામે લાગી છે. 100થી વધુ પોલીસ જવાન દીકરીના ફોટો લઈ ગલી ગલીએ ફરી રહ્યા છે. બસ લોકો પણ શ્રમજીવી પરિવારની દીકરીને શોધવામાં આગળ આવે અને કોઈ પણ પ્રકારની માહિતી મળે તો પોલીસ કે પોલીસ કન્ટ્રોલનો સંપર્ક કરે એવી વિનંતી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)