Swine Flu: આ મોટા શહેરમાં કોરોના બાદ આ રોગે ઉંચક્યું માથું, જાણો કેવા હોય છે લક્ષણો
Surat News: શહેરમાં સ્વાઇન ફલુના કુલ 43 જેટલાં કેસ નોંધ્યા છે. બે દર્દીઓ જેઓ સિનિયર સીટીઝન છે તેમને વેન્ટિલેટર પર દાખલ કરવામાં આવ્યા છે.
Surat Swine Flu Cases: કોરોનાની બીજી લહેરમાં હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા સુરતમાં હવે સ્વાઈન ફ્લૂએ માથું ઉંચક્યું છે. સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સિવિલ અને સિમ્મેર હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં સ્વાઇન ફલૂના કુલ 43 જેટલાં કેસ નોંધ્યા છે. બે દર્દીઓ જેઓ સિનિયર સીટીઝન છે તેમને વેન્ટિલેટર પર દાખલ કરવામાં આવ્યા છે. સિમ્મેર હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના એક દર્દી ને દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા 1 અઠવાડિયામાં બે લોકોના સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે.
લક્ષણો
ઈન ફ્લૂનાં લક્ષણો બીજા ઈન્ફલ્યુએન્ઝા જેવાં હોય છે અને તેમાં તાવ, ઉધરસ (ખાસ કરીને “સૂકી ઉધરસ”), માથાનો દુ:ખાવો, સ્નાયુ અને સાંધામાં દુ:ખાવો, ગળાનો સોજો, ઠંડી, થાક તથા નાકમાંથી પાણી નીકળવું તેનો સમાવેશ થાય છે. કેટલાક કેસોમાં અતિસાર, ઊલ્ટી વિષયક સમસ્યાઓનો પણ અહેવાલ આપવામાં આવ્યો છે. ગંભીર ગૂંચવણોના ઊંચા જોખમવાળા લોકોમાં, 65 વર્ષ કરતાં વધુ ઉંમરના, 5 કરતાં ઓછી વયના, સગર્ભા સ્ત્રીઓ (ખાસ કરીને ત્રણ મહિના દરમિયાન), અને અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણું, હૃદયરોગ કે નબળી રોગપ્રતિરક્ષા સ્થિતિ (દા.ત. ઈમ્યુનોસપ્રેસિવ દવાઓ લેતા હોય અથવા એચઆઈવી ચેપ લાગ્યો હોય) જેવી તબીબી સ્થિતિવાળી કોઈપણ ઉંમરની વ્યકિતઓનો સમાવેશ થાય છે.
આ કેસમાં દર્દીનું થઈ શકે છે મોત
સ્વાઇન ફ્લૂ જેવા જ લક્ષણો કોરોના વાયરસના છે. જેમાં શરદી, ખાંસીથી શરૃઆત થાય, ગળામાં બળતરા થાય, શ્વાસ ચઢે, છાતીમાં દુઃખાવો, તાવ આવવો જેવા લક્ષણો જવો મળે છે. સ્વાઇન ફ્લૂની પ્રમાણે કોરોના વાઇરસના દર્દીના પણ ગળા અને નાકના સ્વેબના સેમ્પલ લેવામાં આવે છે. જે પ્રમાણે તકલીફ હોય તે મુજબ સારવાર આપવામાં આવે છે. આ વાયરસ ફેફસા પર અસર કરે છે. બાદમાં ફેંફસા નબળા થવાથી તે દર્દીનું મોત થવાની શક્યતા રહેતી હોવાનું ડૉક્ટર સુત્રોએ જણાવ્યું હતું.