Surat : અલ્પેશ કથીરિયાનો જેલમાંથી થયો છૂટકારો, હાર્દિક સહિત મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા
અલ્પેશને આવકારવા માટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત પાટીદારો મોટી સંખ્યામાં લાજપોર જેલ પહોંચ્યા હતા. અલ્પેશ સુરતના લાલ દરવાજા ખોડિયાર મંદિરના દર્શન કરશે.
સુરત : પાટીદાર આંદોલનકારી અલ્પેશ કાથીરિયા આજે લાજપોર જેલમાંથી મુક્ત થયો છે. અલ્પેશને આવકારવા માટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત પાટીદારો મોટી સંખ્યામાં લાજપોર જેલ પહોંચ્યા હતા. અલ્પેશ જેલમુક્તિ બાદ મિનિબજાર સરદારની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.
નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટેમાં અલ્પેશ કથીરિયા વિરુદ્ધ દાખલ કરાયેલા રાજદ્રોહ કેસમાં હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. અલ્પેશ કથીરિયા 3 મહિનાથી રાજદ્રોહના કેસમાં જેલમાં હતો. હવે આજે તેનો જેલમાંથી છૂટકારો થશે. તેની સાથે 12 આરોપીને અગાઉ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા. એડવોકેટ જનરલે રાજદ્રોહ જેવા ગુનામાં જામીન ના આપવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં અલ્પેશ કથીરિયાના એડવોકેટ બાબુ માંગુકિયા અને બેલા પ્રજાપતિએ કોર્ટ સમક્ષ અનેક દલીલો કરી હતી અને જામીનની માગણી કરી હતી.
અલ્પેશ જેલ બહાર આવ્યા બાદ સુરતમાં રાજકીય માહોલ ગરમાઇ શકે છે. અત્યારે મોટા ભાગના પાસના કાર્યકરો આમઆદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. હવે અલ્પેશ કથીરિયા આપમાં જશે કે નહીં તેને લઈને પણ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
ગત 21મી ફેબ્રુઆરીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજામાં અલ્પેશની આગેવાનીમાં 50થી 60 બાઇક અને કારમાં આવેલા 150થી 200 માણસોનું બીટીપીના કાર્યકરે વીડિયો ઉતારતા પાસના કાર્યકરોએ મારુતિ વાનમાં બેઠેલા બીટીપીના કાર્યકરોને જાતિવિષયક ગાળો આપી લાકડાના ફટકા માર્યા હતા તેમજ પથ્થરથી માર માર્યો હતો. ઉપરાંત 3000 રૂપિયાની લૂંટ કરી મારૂતિ વાનના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ કથીરિયા અને અન્યો સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી.
Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજે કેટલા કેસ નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણમાં (Gujarat Corona Cases) સતત ઘટાડો થઇ રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં 41 નવા કેસ નોંધાયા છે જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. જોકે ગઈકાલની સરખામણીએ કેસમાં 10નો વધારો થયો છે. રાજ્યના તમામ જિલ્લામાં ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ (Corona Cases) નોંધાયો નથી.
રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ
ગુજરાતમાં હાલ 679 એક્ટિવ કેસ (Active Cases) છે જ્યારે 8 દર્દી વેન્ટિલેટર (Ventilator) પર છે. રાજ્યમાં ડાંગ, પાટણ, નર્મદા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૯, સુરતમાંથી 5, વડોદરામાંથી 6, રાજકોટ કોર્પોરેશનમાં 3, ભરૂચ, દેવભૂમિ દ્વારપકા, નવસારી, વલસાડમાં 2-2 તથા આણંદ, ભાવનગર કોર્પોરેશન, દાહોદ, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહેસાણા, વડોદરામાં ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.