શોધખોળ કરો

Surat: ચાંદી ગેન્ગનો સુરતમાં આતંક, એક શખ્સ પર ત્રણ ગુંડાતત્વોએ લાકડીઓથી હુમલો કરતાં પોલીસ દોડતી થઇ...

શહેરમાં તાજેતરમાં જ લસ્સી ગેન્ગ પાંજરે પુરાયા બાદ વધુ એક ગેન્ગ સક્રિય બની છે, આ ગેન્ગનુ નામ ચાંદી ગેન્ગ છે

Surat: સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે, શહેરમાં એક મારામારીની ઘટનાથી સમગ્ર પથંકમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. ખરેખરમાં શહેરમાં અસામાજિક તત્વોની બનેલી ચાંદી ગેન્ગના ગુંડાઓએ એક શખ્સ પર લાકડીઓના ફટકા મારીને જીવલેણ હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. 

મળતી માહિતી પ્રમાણે, શહેરમાં તાજેતરમાં જ લસ્સી ગેન્ગ પાંજરે પુરાયા બાદ વધુ એક ગેન્ગ સક્રિય બની છે, આ ગેન્ગનુ નામ ચાંદી ગેન્ગ છે. વાત એમ છે કે, ચાંદી ગેન્ગના માથાભારે ગુંડા બિલાલ ચાંદીએ કુરશીદ સૈયદ નામના શખ્સ પર હુમલો કર્યો છે. આ ઘટનામાં ચાંદી ગેન્ગના ત્રણથી વધુ સાગરિતોએ કુરશીદ સૈયદ પર લાકડીઓના ફટકા મારીને હુમલો કર્યો હતો. જેમાં કુરશીદ સૈયાદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ પછી ચાંદી ગેન્ગ વિરુદ્ધ શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ હાથ ધરવામાં આવી હતી. 

સુરતમાં ગેમ રમી રહેલો છોકરો 11માં માળેથી પટકાયો, આપઘાત કે અકસ્માત ? મોતનું રહસ્ય અકબંધ

સુરતમાંથી એક રહસ્યમયી મોતના સમાચાર સામે આવ્યા છે, સુરત શહેરમાં સિટીલાઇટના ક્રિસ એસ્ક્લેવમાં એક કરુણ મોતની ઘટના ઘટી છે. 14 વર્ષીય તરુણ એસ્કલેવના 11માં માળેથી નીચે પટકાયો અને તેનું મોત થઇ ગયુ હતુ, જોકે, આ આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ કોઇ ખુલાસો થયો નથી. માહિતી છે કે સુરતમાં આવેલા સિટીલાઇટના ક્રિસ એસ્કલેવમાં એક 14 વર્ષીય તરુણ મોબાઇલમાં મશગૂલ હતો તે સમયે તે 11માં માળેથી નીચે પટકાયો હતો, આ પછી તેનું મોત થઇ ગયુ હતુ. આ 14 વર્ષીય તરુણનું નામ અયાન જ્યારે ટ્યૂશનથી ઘરે આવ્યો ત્યારે આ ઘટના ઘટી હતી. ક્રિશ એસ્કેલેવમાં રહેતા તરુણના પિતા જીગર વિદાણી જે હીરાના વેપારી છે, તે દરમિયાન કાર રિપેર કરાવવા ગયા હતા, અને ઘરે દીકરો એકલો જ હતો. આ મૃતક કિશોર હીરા ઉદ્યોગપતિ ચંદ્રકાંત સંઘવીનો દોહિત્ર છે. મૃતક ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, અને જ્યારે તે 11માં માળેથી નીચે પટકાયો તો તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી, જોકે, અયાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પીટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ મોત અંગે સુરતના ઉમરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ શરૂ કરી કરી હતી. મહત્વનું છે કે 14 વર્ષીય મૃતક અયાનનું મોત એક આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ સુધી કોઇ ખુલાસો સામે આવ્યો નથી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે, મૃતકના મૃતદેહનું પૉસ્ટમૉર્ટમ કરવામાં આવ્યા બાદ મોતની હકીકત સામે આવી શકે છે.

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Embed widget