શોધખોળ કરો
Advertisement
સુરતઃ 'જો આરોપ સિદ્ધ કરે તો રાજનીતિ છોડી દઇશ ને ફરિયાદ કરનારના તળવા ચાંટીશ', વિરોધ પછી કોંગ્રેસના કયા નેતાએ કર્યો દાવો?
ધીરુ લાઠિયા સામે આક્ષેપો લગાવ્યા હતા કે તેમણે 5 વર્ષમાં કોઈ જ કામગીરી કરી નથી અને તોડપાણી કર્યા છે. આવા ઉમેદવારને ચલાવી લેવામાં નહીં આવે.
સુરતઃ ગઈ કાલે કોંગ્રેસ દ્વારા સુરત કોર્પોરેશનની ચૂંટણી માટે કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ વિરોધના સૂર છેડાયા છે. પૂણા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ધીરુ લાઠિયા સામે આક્ષેપો લગાવ્યા હતા કે તેમણે 5 વર્ષમાં કોઈ જ કામગીરી કરી નથી અને તોડપાણી કર્યા છે. આવા ઉમેદવારને ચલાવી લેવામાં નહીં આવે.
કોંગ્રેસમાંથી ટિકિટ મળ્યા પછી વિરોધ થતાં ધીરુ લાઠીયાએ નિવેદન આપ્યું છે કે, મારા પર લગાવવામાં આવેલ આરોપ ખોટા છે. જો આરોપ સિદ્ધ કરે તો રાજનીતિ છોડી દઈશ અને ફરિયાદ કરનારના તળવા ચાંટીશ. નોંધનીય છે કે, વોર્ડ નં 17માં કોંગ્રેસના જ જયેશ ગજેરા સહિતના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ કોર્પોરેટર ધીરુ લાઠીયાને રિપીટ કરાતા કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. ધીરુ લાઠીયા નહીં ચાલેના નારા લગાવ્યા હતા.
આમ, કોંગ્રેસમાં ઉમેદવારોની જાહેરાત સાથે જ વિરોધ થતાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. પૂર્વ કોર્પોરેટર સામે કાર્યકર્તાઓએ અનેક આક્ષેપો લગાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement