શોધખોળ કરો

Surat Corona Cases: કોરોનાના એપી સેન્ટર રહેલા રાજ્યના આ શહેરમાં કોરોનાએ ફરી માર્યો ઉથલો, એક વિદ્યાર્થી સહિત ત્રણ લોકોને લીધા ભરડામાં

Surat News: કોરોનાની બીજી લહેરમાં હોટ સ્પોટ અને ડેથ સ્પોટ રહેલા સુરત શહેરમાં એક વિદ્યાર્થી સહિત વધુ ત્રણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે.

Surat Corona Cases: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં હોટ સ્પોટ અને ડેથ સ્પોટ રહેલા સુરત શહેરમાં એક વિદ્યાર્થી સહિત વધુ ત્રણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે. ડભોલીના યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્રણ લોકો સંક્રમિત થતાં સુરત આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે ઈન્ફલુએન્ઝાના એચ.થ્રી.એન.ટુ વાયરસના દસ કેસ નોંધાતા મ્યુનિ.હેલ્થ વિભાગને એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યુ છે.શહેરના જોધપુર ઉપરાંત  બોડકદેવ, નવરંગપુરા, વેજલપુર અને મકતમપુરામાં દસ કેસ નોંધાતા મ્યુનિ.ની એસ.વી.પી. ઉપરાંત એલ.જી.હોસ્પિટલમાં આ વાયરસના ટેસ્ટ માટે મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદમાં આ વર્ષે જાન્યુઆરીથી ૬ માર્ચ સુધીના સમયમાં સ્વાઈન ફલૂના કુલ ૪૩ કેસ નોંધાયા છે.શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ઈન્ફલુએન્ઝાના નવા વાઈરસના જોધપુર વોર્ડમાં ત્રણ કેસ,બોડકદેવ વોર્ડમાં બે કેસ ,નવરંગપુરા વોર્ડમાં બે કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત મકતમપુરા અને વેજલપુર વોર્ડમાં આ વાઈરસનો અનુક્રમે એક-એક કેસ  સહિત અત્યાર સુધીમાં કુલ દસ કેસ આ વાઈરસના સામે આવ્યા છે.આ તમામના ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યા હતા.શહેરમાં આવેલા મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટરમાં એક પણ કેસ નોંધાયો નથી.

આ વાયરસ અત્યંત ચેપી છે.ઉધરસ કે છીંક ખાતી વખતે તે અન્યને ચેપ લગાડે છે.ચેપગ્રસ્ત વ્યકિતની અત્યંત નજીક જવાથી પણ ચેપ લાગવાનો ખતરો રહે છે.આ વાઈરસથી બચવા તમામ લોકોએ માસ્ક પહેરવો,વારંવાર સાબુથી હાથ ધોવા ઉપરાંત જાહેર સ્થળોએ થૂંકવાનુ ટાળવુ તેમજ ડોકટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા લેવી નહીં.

શું છે આ વાયરસના લક્ષણો

ઈન્ફલુએન્ઝાના નવા વાયરસના લક્ષણોમાં દર્દીને ઠંડી લાગવી કે પછી કફ આવવો કે તાવ આવવા જેવા લક્ષણ જોવા મળતા હોય છે.કેટલાક કીસ્સામાં ઉબકા આવવા, નાક ગળવુ કે છીંક આવવી અથવા તો ઝાડા થવા  જેવા લક્ષણ પણ જોવા મળતા હોય છે.ખોરાકને ઉતારવામાં તકલીફ થતી હોય એમ જણાય એવા સમયે નજીકના ડોકટરનો સંપર્ક કરવો.

શહેરમાં કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ લેવા અંગે લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.શહેરમાં કોરોના વેકિસન માટે ૫૨ લાખથી વધુ લોકોનો મ્યુનિ.તંત્રે ટારગેટ નકકી કર્યો છે.આ સામે અત્યારસુધીમાં માત્ર 10 લાખથી વધુ લોકોએ જ કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ લીધો છે.શહેરમાં ૮૦થી વધુ મ્યુનિ.ના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવેલા છે જયાં માત્ર જેમને દેશના અન્ય રાજયમાં કે વિદેશ જવાનુ હોય એવા લોકો જ વેકિસનનો બુસ્ટર ડોઝ લેવા પહોંચતા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ

IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ

Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ

Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠુંDr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

Embed widget