શોધખોળ કરો
Advertisement
Surat: કોરોના વકર્યો, ખાનગી ડોક્ટર પણ થયા સંક્રમિત, જાણો એક દિવસમાં કેટલા કેસ નોંધાયા
સુરત કોર્પોરેશનમાં રવિવારે કોરોનાના 125 કેસ નોંધાયા હતા. કન્સ્ટ્રક્શન, હીરા, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટ સહિત 11 વ્યવસાયીને કોરોના થયો છે. સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થતાં બંધ પણ કરવાની ફરજ પડી છે.
સુરત : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરીથી કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં દૈનિક 100થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન સુરતમાં કુલ છ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. સુરત કોર્પોરેશનમાં રવિવારે કોરોનાના 125 કેસ નોંધાયા હતા.
ખાનગી ડોક્ટરો પણ કોરોનાના સકંજામાં આવ્યા છે. કન્સ્ટ્રક્શન, હીરા, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટ સહિત 11 વ્યવસાયીને કોરોના થયો છે. સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થતાં બંધ પણ કરવાની ફરજ પડી છે.
રવિવારે રાજ્યમાં કોરોનાના 575 નવા કેસ નોંધાયા હતા જ્યારે 459 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4415 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 265831 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.24 ટકા પર પહોંચ્યો છે. હાલ 3140 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 લોકો વેન્ટિલેટર પર અને 3094 લોકો સ્ટેબલ છે.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 14,09,244 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,41,437 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 45,974 લોકોને રસી આપવામાં આવી છે.
Rafale બનાવતી કંપનીના માલિક ઓલિવિયર દસૉનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, જાણો વિગત
શાહિદ આફ્રિદીનો જમાઇ બનશે પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર, જાણો કોણ છે
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કોરોના બન્યો બેકાબૂ, 11 માર્ચથી 4 એપ્રિલ સુધી આશિંક Lockdown, વીકેંડમાં સંપૂર્ણ તાળાબંધી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement