શોધખોળ કરો
Advertisement
Olivier Dassault Death: Rafale બનાવતી કંપનીના માલિક ઓલિવિયર દસૉનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, જાણો વિગત
દસોના મોત પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોએ પણ શોક વ્યક્ત કર્યો છે.
પેરિસઃ ફ્રાંસના ઉદ્યોગપતિ અને રાફેલ ફાઇટર જેટ બનાવતી કંપનીના માલિક ઓલિવિયસ દસોનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત છે. ન્યૂઝ એજન્સી રોયયર્સે તેમના મોતની પુષ્ટિ કરી છે. દસોના મોત પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોએ પણ શોક વ્યક્ત કર્યો છે.
ઓલિવિયર દસૉ રજા ગાળવા ગયા હતા. આ દરમિયાન હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. જેમાં તેમનું મોત થયું હતું. 2020ના ફોર્બ્સના સૌથી ધનિક વ્યક્તિના લિસ્ટમાં તેમનો પોતાના બે ભાઈઓ અને બહેન સાથે 361મું સ્થાન મળ્યું હતું.
ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોએ ટ્વીટ કરીને લખ્યું, ઓલિવિયર દસૉ ફ્રાંસને પ્રેમ કરતો હતો. તેમણે ઉદ્યોગપતિ, કાનૂન નિર્માતા, વાયુ સેનાના કમાંડર તરીકે દેશની સેવા કરી હતી. તેમના આકસ્મિક નિધનથી દેશ મોટી ખોટ પડી છે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના. દસો ગ્રુપ પાસે એવિએશન કંપની ઉપરાંત ફિગારો અખબાર પણ છે. તેઓ ફ્રાંસની નેશનલ એસેમ્બલીમાં વર્ષ 2002માં ચૂંટાયા હતા અને ઓઈસ એરિયાનું પ્રતિનિધિત્વ કરતા હતા.
તેઓ ફ્રાંસના સાંસદ પણ હતો. ફ્રાંસના ઉદ્યોગપતિ સર્જ દસોના સૌથી મોટા પુત્ર અને દસોના સંસ્થાપક માર્કેલ દસોન પૌત્ર ઓલિવિયરસ દસોની ઉંમર 69 વર્ષ હતી. રાજકીયકારણો અને હિતોના ટકરાવથી બચવા તેમણે દસો બોર્ડમાથી નામ પરત લઇ લીધું હતું.
શાહિદ આફ્રિદીનો જમાઇ બનશે પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર, જાણો કોણ છે
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કોરોના બન્યો બેકાબૂ, 11 માર્ચથી 4 એપ્રિલ સુધી આશિંક Lockdown, વીકેંડમાં સંપૂર્ણ તાળાબંધી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement