શોધખોળ કરો
Advertisement
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કોરોના બન્યો બેકાબૂ, 11 માર્ચથી 4 એપ્રિલ સુધી આશિંક Lockdown, વીકેંડમાં સંપૂર્ણ તાળાબંધી
સ્થાનિક તંત્રના કહેવા મુજબ, જે કોઇના લગ્ન પહેલાથી જ નક્કી થયા હશે તેમણે રજિસ્ટર મેરેજ કરવા પડશે. ઉપરાંત સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, એપીએમસી પણ આ દરમિયાન બંધ કરવાનો ફેંસલો તંત્રએ લીધો છે. જ્યારે શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે.
ઔરંગાબાદઃ મહારાષ્ટ્રમાં કોરોના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેને લઈ ઓરંગાબાદમાં આંશિક લોકડાઉન લગાવવાનો ફેંસલો સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. 11 માર્ચથી 4 એપ્રિલ સુધી શહેરમાં તમામ સાર્વજનિક કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે. એટલું જ નહીં આ દિવસો દરમિયાન શહેરમાં કોઇ પણ હોલમાં લગ્ન સમારંભ નહીં યોજાય. ઔરંગાબાદમાં એક્ટિવ કેસ 4264 છે.
શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન
સ્થાનિક તંત્રના કહેવા મુજબ, જે કોઇના લગ્ન પહેલાથી જ નક્કી થયા હશે તેમણે રજિસ્ટર મેરેજ કરવા પડશે. ઉપરાંત સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, એપીએમસી પણ આ દરમિયાન બંધ કરવાનો ફેંસલો તંત્રએ લીધો છે. જ્યારે શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે.
મહરાષ્ટ્ર સરકારના મંત્રી એકનાથ શિંદેએ કહ્યુ, કોરોના વાયરસના વધતા કેસને લઇ માર્ચ 11 થી એપ્રિલ 4 સુધી ઔરંગાબાદના સંભાજીનગરમાં રાત્રે 9 થી સવારના 6 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. વીકેન્ડમાં લોકડાઉન રહેશે. આ સમય દરમિયાન સ્કૂલ, કોલેજ, વેડિંગ હોલ બંધ રહેશે.
સીએમ ઠાકરેએ કરી મીટિંગ
સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં કોરોના પર કઇ રીતે નિયંત્રણ મેળવી શકાય તેવી ચર્ચા થઈ હતી.
રાશિફળ 8 માર્ચ: આજે મિથુન, તુલા અને કુંભ રાશિન જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion