ગુજરાતના આ મોટા શહેરમાં મહિલાઓમાં ખતરનાક હદે વધી રહ્યો છે કોરોના, જાણો મહિલાઓમાં પ્રમાણ કેટલું વધી ગયું ?
Surat Corona Cases: પાલિકાની નવી રણનીતિ, જે ગૃહિણી પોઝિટિવ આવી છે, તેમના બાળકો-વિદ્યાર્થીઓને પહેલા ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જે પોઝિટિવ ગૃહિણીના બાળકો શાળા કોલેજોમાં છે, તેની 100% ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે છે.
સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોના કહેર વધ્યો છે. શાળા-કોલેજો સુપર સ્પ્રેડરની ભૂમિકામાં છે. સ્કૂલ-કોલેજોમાં કોરોનાની એન્ટ્રી થતાં સુરત કોર્પોરેશન હરકતમાં આવી ગયું છે. તેમજ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
સુરત કોર્પોરેશન કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, SOPનું પાલન નહીં કરનાર શાળા કોલેજને બંધ કરવામાં આવશે. ગૃહિણી વધારે કોરોના પોઝિટિવ નોંધાઈ રહી છે. પહેલા 70% પુરુષો અને 30% મહિલાઓ પોઝિટિવ હતા. શાળા કોલેજમાં ટેસ્ટિંગ કરી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે.
હવે રેશિયો ચેન્જ થયો છે, જેમાં 60 % પુરુષો અને 40 % સ્ત્રી પોઝિટિવ નોંધાઇ રહ્યા છે. આગામી દિવસોમાં 50 - 50 % રેશિયો થાય તેવી સંભાવના છે. શાળા કોલેજ સુપર સ્પ્રેડરની ભૂમિકામાં છે. પહેલા ટેકસટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં પોઝિટિવ કેસ નોંધાતા હતા, તેના સ્થાને હવે શાળા-કોલેજમાં પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે.
પાલિકાની નવી રણનીતિ, જે ગૃહિણી પોઝિટિવ આવી છે, તેમના બાળકો-વિદ્યાર્થીઓને પહેલા ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જે પોઝિટિવ ગૃહિણીના બાળકો શાળા કોલેજોમાં છે, તેની 100% ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે છે. જેનાથી જાણી શકાય કે પોઝિટિવ કેસ કેટલા છે. શાળા કોલેજમાં ટેસ્ટિંગ કરી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે.