શોધખોળ કરો

Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?

રોનાને લઈ સુરત હાઇએલર્ટ પર છે. સુરતમાં 45 દિવસ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. સુરતના કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસો ડબ્લિંગમાં વધી રહ્યા છે. ડબ્લિંગ રેટ 3 દિવસનો છે.

સુરત : ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદ પછી સુરતમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ ફેલાઇ રહ્યું છે, ત્યારે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કોરોનાને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાને લઈ સુરત હાઇએલર્ટ પર છે. સુરતમાં 45 દિવસ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. સુરતના કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસો ડબ્લિંગમાં વધી રહ્યા છે. ડબ્લિંગ રેટ 3 દિવસનો છે. અઠવા ઝોનમાં ડબ્લિંગ કેસો વધી રહ્યા છે. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવામાં આવશે.

સુરતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત સાથે તંત્ર સતર્ક બન્યું છે. સિવિલ હોસ્પિટલમાં 1600 બેડ, 300 icu બેડની વ્યવસ્થા કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સાથે સાથે દરરોજ 55 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના કેસોમાં ઉછાળો આવતા જિલ્લા કલેકટરે રિવ્યુ બેઠક કરી છે.

સુરતમાં કોરોના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં  તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઓફિસમાં આવતા મુલાકાતીઓ માટે વેકસીનના બંને ડોઝ ફરજિયાત કરી દેવાયા છે. બંને ડોઝ નહિ લેનારાને હોસ્પિટલ ઓફિસમાં પ્રવેશ નહિ આપવામાં આવે. ઓફિસ બહાર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. 

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે.  બીજી તરફ 240  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19,287  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2  મોત થયા છે. આજે 8,73,457  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1290 , સુરત કોર્પોરેશનમાં 415,  વડોદરા   કોર્પોરેશનમાં 86 , આણંદ 70, કચ્છ 37,  રાજકોટ કોર્પોરેશનમાં 36, ખેડા 34, ભરુચ 26, અમદાવાદ 24, મોરબી 24, ગાંધીનગર કોર્પોરેશન 23, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન 18, નવસારી 18, જામનગર કોર્પોરેશન 16, મહેસાણા 14, પંચમહાલ 14, ગાંધીનગર 12, સુરત 9, વલસાડ 9, જૂનાગઢ કોર્પોરેશન 8, વડોદરા 8, જામનગર 7, બનાસકાંઠા 6, સાબરકાંઠા 6, અરવલ્લી 5, ભાવનગર 4, દેવભૂમિ દ્વારકા 4, જૂનાગઢ 4, મહિસાગર 4, અમરેલી 3, ગીર સોમનાથ 3, તાપી 3,  દાહોદ 2, ડાંગ 1 અને સુરેન્દ્રનગરમાં  1  નવો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 7881  કેસ છે. જે પૈકી 18 વેન્ટીલેટર પર છે, જ્યારે 7863 નાગરિકો સ્ટેબલ છે. 8,19,287 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10125 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે નવસારી 1 અને ભાવનગરમાં 1 મોત થયું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 24  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 249 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 8014 લોકોને પ્રથમ અને 36110 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 154685 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 96226 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 8,73,457 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,13,08,830 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.  બોટાદ, છોટા ઉદેપુર,  નર્મદા,  પાટણમાં અને પોરબંદરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
ભારતના નવા ફાઇટર જેટ  Tejas MK-1Aની પ્રથમ ઉડાણ સફળ, અગાઉના વિમાન કરતા વધુ એડવાન્સ અને ઘાતક
ભારતના નવા ફાઇટર જેટ Tejas MK-1Aની પ્રથમ ઉડાણ સફળ, અગાઉના વિમાન કરતા વધુ એડવાન્સ અને ઘાતક
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Election 2024 : મામેરા બાદ હવે બનાસકાંઠામાં શરુ થઈ મીઠાઈ પોલિટિક્સCongress : ગાંધીનગર કોર્પોરેશનના કોંગ્રેસના 2 કોર્પોરેટરે આપ્યા રાજીનામાંGujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયોIPS Sanjeev Bhatt Case | પાલનપુરની કોર્ટે સંજીવ ભટ્ટને ઠેરવ્યા દોષિત, જાણો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ
ભારતના નવા ફાઇટર જેટ  Tejas MK-1Aની પ્રથમ ઉડાણ સફળ, અગાઉના વિમાન કરતા વધુ એડવાન્સ અને ઘાતક
ભારતના નવા ફાઇટર જેટ Tejas MK-1Aની પ્રથમ ઉડાણ સફળ, અગાઉના વિમાન કરતા વધુ એડવાન્સ અને ઘાતક
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર
હાઇ બીપી- મલ્ટી વિટામીન સહિત આ દવાઓ પર રેડ એલર્ટ, નકલી દવાઓને લઇને CDSCOએ જાહેર કર્યા નિર્દેશ
હાઇ બીપી- મલ્ટી વિટામીન સહિત આ દવાઓ પર રેડ એલર્ટ, નકલી દવાઓને લઇને CDSCOએ જાહેર કર્યા નિર્દેશ
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું
MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારની ભેટ, મનરેગાના વેતનમાં બમ્પર વધારો, જાહેરનામું બહાર પાડ્યું
Axis Bank ના ક્રેડિટ કાર્ડ યુઝર્સ સાથે થઈ રહ્યો છે ફ્રોડ! ખરીદી કર્યા વગ જ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, જાણો કેવી રીતે કાર્ડ બંધ કરાવશો
Axis Bank ના ક્રેડિટ કાર્ડ યુઝર્સ સાથે થઈ રહ્યો છે ફ્રોડ! ખરીદી કર્યા વગ જ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, જાણો કેવી રીતે કાર્ડ બંધ કરાવશો
Aravalli: ભાજપ કાર્યાલયે ભીખાજી ઠાકોરના સમર્થકોએ કર્યો સૂત્રોચ્ચાર, શોભનાબેને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું
Aravalli: ભાજપ કાર્યાલયે ભીખાજી ઠાકોરના સમર્થકોએ કર્યો સૂત્રોચ્ચાર, શોભનાબેને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું
Embed widget