શોધખોળ કરો

Surat Coronavirus : શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કોર્પોરેશને શું લીધો મોટો નિર્ણય?

લોકોને ઘર બેઠા જીવન જરૂરિયાતની વસ્તુ મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. લોકોને ફળ-શાકભાજી અને ગ્રોસરી, દવા સહિતની વસ્તુ હોમ ડીલેવરીમાં મળે તે માટે મ્યુનિ. તંત્રનું આયોજન છે. મનપાએ સંકમણ અટકાવવા માટે માઈક્રો કન્ટેન્ટમેન્ટ(Micro contentment) પણ જાહેર કરવામાં આવ્યા છે.  

સુરત : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ(Gujarat election)ની ચૂંટણી પછી કોરોનાએ માજા મૂકી છે, ત્યારે મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી તંત્ર એલર્ટ થયું છે અને કોરોના ગાઇડલાઇન(Corona Guideline)ને લઈને કડકાઇ શરૂ કરવામાં આવી છે. સુરત કોર્પોરેશન(Surat Corporation)એ પણ સંક્રમણ અટકાવવા કામગીરી શરૂ કરી છે. 

લોકોને ઘર બેઠા જીવન જરૂરિયાતની વસ્તુ મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. લોકોને ફળ-શાકભાજી અને ગ્રોસરી, દવા સહિતની વસ્તુ હોમ ડીલેવરીમાં મળે તે માટે મ્યુનિ. તંત્રનું આયોજન છે. મનપાએ સંકમણ અટકાવવા માટે માઈક્રો કન્ટેન્ટમેન્ટ(Micro contentment) પણ જાહેર કરવામાં આવ્યા છે.  

સંકર્મણવાળા વિસ્તારમાં મ્યુનિ. તંત્રએ લોકોને બિનજરૂરી બહાર ન નિકળવા માટે પણ અપીલ કરી છે. આવા લોકોને ઘર બેઠા જીવન જરૂરિયાની વસ્તુ અને દવા મળી  રહે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. પાલિકા તંત્રએ અઠવા અને રાંદેર ઝોનમાં સૌથી વધુ કેસ આવતાં હોવાથી આ વિસ્તારમાં સંખ્યાબંધ વિસ્તારને કન્ટેમેન્ટ જાહેર કર્યા છે. લોકોના ઘરની બહાર નિકળવા  પર પ્રતિબંધ મુકી દીધો છે.

આવા સમયે લોકોને દવા તથા ફળ અને શાકભાજી તથા ગ્રોશરી જેવી જીવન જરૂરિયાતની વસ્તુ ઘર બેઠા મળે રહે તે માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી દુકાનો સાથં સંકલન કર્યું છે. સુરત મ્યુનિ.ના અઠવા, કતારગામ અને રાંદેર ઝોન ઉપરાંત આખા સુરત શહેરમાં શાકભાજી જેવી વસ્તુ મળી રહે તે માટે આયોજન કર્યું છે. 

મ્યુનિ. તંત્રએ કેટલીક દુકાનો અને સંસ્થા સાથે સંકલન કરીને વોટ્સ અપ અને ફોન પર ઓર્ડર લઈને લોકોના ઘર બેઠા વસ્તુ પહોંચાડવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત અન્ય દુકાનદારો કે સંસ્થા પાલિકાની આ સેવા માટે તૈયાર હોય તેને સંપર્ક કરવા માટે અપીલ કરી છે.

Coronavirus: ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ રાજ્યમાં કોરોનાના કેસનો રેકોર્ડ બની રહ્યો છે. શુક્રવારે પણ રાજ્યમાં સૌથી વધુ 2190 કેસ નોંધાયા હતા. જ્યારે સૌથી ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10134 પર પહોંચ્યા છે. અમદાવાદ (Ahemdabad)અને સુરત (Surat)માં કોરોના સંક્રમણના કેસ ખૂબ જ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ બંને શહેરોમાં કોરોના સંક્રમણના કેસ 600ને પાર પહોંચી ગયા છે. 

કેટલો થયો વધારો ?

ગુજરાતમાં છેલ્લા સાત જ દિવસમાં 13,871 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવની સંખ્યામાં 65 ટકાનો વધારો થયો છે.

તારીખ

કેસ

એક્ટિવ કેસ

19 માર્ચ

1415

6147

20 માર્ચ

1565

6737

21 માર્ચ

1580

7321

22 માર્ચ

1640

7847

23 માર્ચ

1730

8318

24 માર્ચ

1790

8823

25 માર્ચ

1961

9372

26 માર્ચ

2190

10134

રાજ્યમાં શુક્રવારે વધુ 6  લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા અને 1422  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોના(Corona) સંક્રમણથી કુલ મૃત્યુઆંક 4479 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 2,96, 320 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,81,707 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  હાલ 10134 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે સુરત કોર્પોરેશન(SMC)માં 4,  અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 1 અને રાજકોટ કોર્પોરેશન(RMC)માં 1નાં મોત સાથે કુલ 6 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4479 લોકોના કોરોનાથી મોત થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 609, સુરત કોર્પોરેશનમાં 604, વડોદરા કોર્પોરેશનમાં 165 ,  રાજકોટ  કોર્પોરેશનમાં 139, સુરતમાં 136, પાટણમાં -45, ભાવનગર કોર્પોરેશન-32, મહિસાગર-25,  નર્મદા-25,  રાજકોટ-25, જામનગર-24, જામનગર કોર્પોરેશન-23, ગાંધીનગર કોર્પોરેશન-22, વડોદરા -22, અમરેલી-20, દાહોદમાં-20, કચ્છ-20, ખેડામાં-19, મહેસાણા-19, મોરબીમાં-19 ગાંધીનગર-18, સુરેન્દ્રનગર-17, આણંદ-15, સાબરકાંઠા-15, ભરુચ-13, પંચમહાલ-13, નવસારી-12 અને વલસાડમાં 10 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (Corona Vaccination) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 40,89,217  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,25,153 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 2,29,051 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ રોહિત-વિરાટ મેદાનમાં જ ગરબા રમ્યા, આવું સેલિબ્રેશન ક્યારેય નહીં જોયું હોય
ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ રોહિત-વિરાટ મેદાનમાં જ ગરબા રમ્યા, આવું સેલિબ્રેશન ક્યારેય નહીં જોયું હોય
ICC Trophy: એમએસ ધોની પણ એવો ચમત્કાર ના કરી શક્યો, જે રોહિત શર્મા કરી બતાવ્યો
ICC Trophy: એમએસ ધોની પણ એવો ચમત્કાર ના કરી શક્યો, જે રોહિત શર્મા કરી બતાવ્યો
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીત પર પીએમ મોદીએ કહ્યું, 'અસાધારણ રમતના અસાધારણ પરિણામો...'
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીત પર પીએમ મોદીએ કહ્યું, 'અસાધારણ રમતના અસાધારણ પરિણામો...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા ગુંડા બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : સમાજની રાજનીતિIndia win Champions Trophy 2025: ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈંડિયા બન્યું ચેમ્પિયન | abp AsmitaGeniben Thakor: વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેને સરકારને લીધી આડે હાથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ રોહિત-વિરાટ મેદાનમાં જ ગરબા રમ્યા, આવું સેલિબ્રેશન ક્યારેય નહીં જોયું હોય
ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ રોહિત-વિરાટ મેદાનમાં જ ગરબા રમ્યા, આવું સેલિબ્રેશન ક્યારેય નહીં જોયું હોય
ICC Trophy: એમએસ ધોની પણ એવો ચમત્કાર ના કરી શક્યો, જે રોહિત શર્મા કરી બતાવ્યો
ICC Trophy: એમએસ ધોની પણ એવો ચમત્કાર ના કરી શક્યો, જે રોહિત શર્મા કરી બતાવ્યો
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીત પર પીએમ મોદીએ કહ્યું, 'અસાધારણ રમતના અસાધારણ પરિણામો...'
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની જીત પર પીએમ મોદીએ કહ્યું, 'અસાધારણ રમતના અસાધારણ પરિણામો...'
IND vs NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત થતા સમગ્ર દેશમાં જશ્નનો માહોલ, VIDEO
IND vs NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત થતા સમગ્ર દેશમાં જશ્નનો માહોલ, VIDEO
ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને પાકિસ્તાનને 3 મોટા ઝટકા આપ્યા, જાણો વિગતે
ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને પાકિસ્તાનને 3 મોટા ઝટકા આપ્યા, જાણો વિગતે
IND vs NZ Final : ભારતે સતત બીજી ICC ટૂર્નામેન્ટ જીતી, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
IND vs NZ Final : ભારતે સતત બીજી ICC ટૂર્નામેન્ટ જીતી, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Embed widget