શોધખોળ કરો

Surat: સુરત ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સ ઝડપી પાડ્યું, 3 આરોપીની કરાઈ ધરપકડ

સુરત પોલીસે કૂખ્યાત અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલાને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે.. બાતમીના આધારે પોલીસે પર્વત પાટિયા વિસ્તારમાં એક હોટેલમાં દરોડો પાડ્યો હતો.  

સુરત:  સુરત પોલીસે કૂખ્યાત અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલાને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે.. બાતમીના આધારે પોલીસે પર્વત પાટિયા વિસ્તારમાં એક હોટેલમાં દરોડો પાડ્યો હતો.  ત્રણેય શખ્સ 78.220 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે.  જેની કિંમત 7 લાખથી વધારે થાય છે. આરોપીઓ પાસેથી રોકડ 40 હજાર રૂપિયા  3 મોબાઈલ ડ્રગ્સના પેકિંગ માટે પ્લાસ્ટિકની 300 બેગ અને ડીઝિટલ વજન કાંટો પણ મળી આવ્યો છે.  ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.  જેમાં મુખ્ય આરોપી અલ્લારખાને તડીપાર કરાયો હતો.

અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા નામના શખ્સ અને તેના 2 સાથીને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ શખ્સો ચોરી છૂપીથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. આ ઈસમો પાસેથી 7,82,000 રૂપિયાનું ડ્રગ્સ, 40 હજાર રોકડા, 3 મોબાઇલ, 300 ડ્રગ્સ પેક કરવાનું પ્લાસ્ટિક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા નામનો ઇસમ ગેરકાયદેસરના ડ્રગ્સનું ચોરી છુપીથી વેચાણ કરતો આવેલો છે અને તે પર્વત પાટીયા, ડી.આર.વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ હોટલ ફ્રાન્સના રૂમ નંબર-7માં રોકાયેલો છે. પોલીસને આ ઈસમ પાસે ડ્રગ્સનો મુદ્દામાલ હોવાની પણ માહિતી મળી હતી.

પોલીસે દરોડા પાડી કુખ્યાત આરોપી અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા, અસદ સાકીર રંગુની અને દર્શીલ જનકકુમાર અંકલેશ્વરીયા નામના ઇસમોની ધરપકડ કરી છે. આ ઈસમો પાસેથી MD ડ્રગ્સનો 78.220 ગ્રામના જથ્થો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની કિંમત 7 લાખથી વધુ માનવામાં આવે છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 3 ઇન્જેકશનની સીરીંજ, ડ્રગ્સ વેચાણના રોકડા 40,090, 3 મોબાઇલ, 300 ડ્રગ્સ પેકીંગની પ્લાસ્ટીકની ઝીપ બેગો અને વજન કરવાની ડીઝીટલ વજન કાંટી સહીત કુલ 8,54,590નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

મુખ્ય આરોપી વિરુદ્ધ અઠવા રાંદેર અને જહાંગીરપુર પોલીસ ગુના દાખલ છે. સુરત પોલીસે તડીપાર પણ કર્યો હતો. પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જ્યારે આરોપી અસદ રંગુની વિરુદ્ધ અઠવા પોલીસમાં બે ગુના દાખલ થયેલા છે. પકડાયેલ આરોપી આ ડ્રગ્સ મુંબઈથી લાવ્યા હતા. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.  આ ઈસમો ચોરી છૂપીથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. આ ઈસમો પાસેથી 7,82,000 રૂપિયાનું ડ્રગ્સ, 40 હજાર રોકડા, 3 મોબાઇલ, 300 ડ્રગ્સ પેક કરવાનું પ્લાસ્ટિક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget