(Source: ECI/ABP News/ABP Majha)
Surat: સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતો હોમિયોપેથી ડોક્ટર રંગે હાથ ઝડપાયો, બે મહિનાથી ક્લિનિક પર રખાતી હતી નજર
તેની પાસેથી અનરજિસ્ટર્ડ હેન્ડી પોર્ટેબલ ટેબલેટ મળી આવ્યું હતું.
સુરતમાં પર્વત પાટિયાનો હોમિયોપેથી ડોક્ટર ટેબ પર ગર્ભપરીક્ષણ કરતા ઝડપાયો હતો. મળતી જાણકારી અનુસાર, આરોગ્ય વિભાગની ટીમે ક્લિનિકમાંથી પોર્ટેબલ ટેબ તેમજ જેલી સહિતનો સામાન કબ્જે કરી પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.
લાભુબા કોમ્પલેક્સના બ્રહ્મા ક્લિનિકમાં ગર્ભપરીક્ષણ કરાતું હોવાની ફરિયાદ મળતા આરોગ્ય વિભાગની ટીમે સતત 2 મહિનાથી ક્લિનિક પર વોચ ગોઠવી હતી. ક્લિનિક પર દરોડા પાડીને ડો.રાજેશ બી. ધોળિયા મહિલાને હેન્ડી પોર્ટેબલ ટેબલેટની મદદથી સોનોગ્રાફી કરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપી ડો.રાજેશ સોનોગ્રાફીની લાયકાત ધરાવતો નથી. તેની પાસેથી અનરજિસ્ટર્ડ હેન્ડી પોર્ટેબલ ટેબલેટ મળી આવ્યું હતું.
Surat: સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતો હોમિયોપેથી ડોક્ટર રંગે હાથ ઝડપાયો, બે મહિનાથી ક્લિનિક પર રખાતી હતી નજર
સુરત: શહેરના કામરેજ વિસ્તારમાં તાપી નદીમાં એક યુવક અને એક બાળકી ડૂબવાની ઘટના સામે આવી છે. કુલ 5 લોકો પાણીમાં ન્હાવા પડયા હતા.ત્રણ લોકો બહાર આવી ગયા જ્યારે 2 પાણીમાં ડૂબી ગયા. એક 21 વર્ષીય સિદ્ધાર્થ નામનો યુવક જ્યારે એક 8 વર્ષીય બાળકી માહી હરેશ વાનાણી પાણીમાં ડૂબી ગયા હતા. કામરેજ ઇઆરસી ઘટના સ્થળે પહોંચ્યું છે. બંને લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તમામ લોકો વરાછા તિરૂપતિ સોસાયટીના હોવાનું સામે આવ્યું છે.
એડમિશન ચાલું હતાને બિલ્ડરે રાતોરાત શાળાને તોડી પાડી
મહેસાણા: તળેટી ગામે બિલ્ડર દ્વારા રાતોરાત સ્કુલ તોડી પડાતા વિવાદ ઉભો થયો છે. સ્કુલના ટ્રસ્ટીએ જમીન દાનમાં આપ્યા બાદ ભાવ વધતા બિલ્ડરને વેચાણ કરી દીધાનો આરોપ લાગ્યો છે તો તો બિલ્ડરે આરોપોને નકારી કાઢ્યા છે.
શાળાના રૂમો તોડી પાડવામાં આવતા વિવાદ
મહેસાણાના તળેટી ગામની જય સોમનાથ શાળાના ગામડાના ગરીબ બાળકોને શિક્ષણ મળે તે માટે ગાયત્રી ટ્રસ્ટ દ્વારા ૨૦૦૧ થી જય સોમનાથ માધ્યમિક શાળા શરુ કરવામાં આવી હતી. જોકે આ શાળા શરુ થયા બાદ આ શાળાના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે પોતાની માલિકીની જમીનમાં શાળા શરુ કરવા જગ્યા આપેલ ત્યાર બાદ સમય જતા ટ્રસ્ટીઓ બદલાયા અને જુના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે પોતાની જમીન અન્ય બિલ્ડરને વેચાણ આપેલ ત્યારે ગત રાતના રોજ બિલ્ડર દ્વારા આ શાળાના રૂમો તોડી પાડવામાં આવતા વિવાદ થયો છે.
અમે શાળાને જમીન દાનમાં આપેલ નથી