શોધખોળ કરો

Surat : બે બે લગ્ન નિષ્ફળ ગયા પછી યુવતીને ત્રીજા યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, સાથે રહેવા લાગ્યા ને પછી એક દિવસ....

યુવક સાથે સંબંધ આગળ વધતા બંને શારીરિક સંબંધ પણ બાંધવા લાગ્યા હતા. એટલું જ નહીં, બંનેએ લગ્ન વગર જ લિવ-ઇનમાં સાથે રહેવાનું ચાલું કરી દીધું હતું. દરમિયાન ગત 31મી મેના રોજ યુવતી પોતાના ભાઈ અને તેના માતા-પિતા સાથે પ્રેમીના ઘરે લગ્નની વાત કરવા માટે ગઈ હતી. તેમજ યુવતીના પિતા અને ભાઈએ લગ્નની વાત કરતા યુવકની માતાએ સંબંધ પસંદ ન હોવાનું કહીને જતા રહેવા માટે જણાવ્યું હતું. 

સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં બે-બે લગ્ન નિષ્ફળ ગયા પછી યુવતીને વધુ એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ યુવક સાથે સંબંધ આગળ વધતા બંને શારીરિક સંબંધ પણ બાંધવા લાગ્યા હતા. એટલું જ નહીં, બંનેએ લગ્ન વગર જ લિવ-ઇનમાં સાથે રહેવાનું ચાલું કરી દીધું હતું. 

બંને લગ્ન વગર જ લિવ-ઇનમાં ખુશ હતા અને તેમના સંબંધો પણ સારી રીતે ચાલી રહ્યા હતા. દરમિયાન ગત 31મી મેના રોજ યુવતી પોતાના ભાઈ અને તેના માતા-પિતા સાથે પ્રેમીના ઘરે લગ્નની વાત કરવા માટે ગઈ હતી. તેમજ યુવતીના પિતા અને ભાઈએ લગ્નની વાત કરતા યુવકની માતાએ સંબંધ પસંદ ન હોવાનું કહીને જતા રહેવા માટે જણાવ્યું હતું. 

આથી તેઓ ત્યાંથી નીકળવા જતા હતા તે જ સમયે યુવકના પહેલી પત્નીના દીકરાએ યુવતીના પિતા સાથે ગાળાગાળી કરી ફરીથી અહીં ન આવતાં તેમ કહી ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં, તેણે અને યુવતીના પ્રેમીએ એવા પિતાએ યુવતીના માતા-પિતા અને ભાઈને માર પણ માર્યો હતો. 

પ્રેમિકાના પિતાને લાકડાથી માર મારતા તેમણે ઇજા પણ થઈ હતી. આથી યુવતીએ પ્રેમી અને તેના દીકરા સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, યુવતીના પહેલા લગ્ન 2001 માં થયા હતા. આ પછી તેણે 2013માં બીજા લગ્ન કર્યા હતા. તેની સાથે પણ ન ફાવતા 2020માં ડિવોર્સ લીધા હતા. આ પછી તેને આ યુવક સાથે પ્રેમસંબંધ બંધાય હતા અને તેની સાથે લિવ-ઇનમાં રહેતી હતી. જોકે, લગ્નની વાતને લઈને મામલો બિચક્યો હતો. 

Bharuch: દિવ્યાંગ પત્ની અન્ય યુવક સાથે રંગરેલિયા મનાવતી હોવાની પતિને થઈ શંકા ને પછી તો......

ભરુચઃ વાલિયા તાલુકાના હાથાકુંડી ગામે પતિએ પત્નીની હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અપંગ પત્નીને અન્ય યુવક સાથે આડાસંબંધ હોવાની શંકા હોવાથી તેણે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. તેમજ ઉશ્કેરાટમાં આવીને પત્નીને છરીના ઘા મારી દીધા હતા. યુવકે પત્નીને છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હોવાની જાણ થતાં વાલિયા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Navsari : 17 વર્ષીય છોકરાને 15 વર્ષની છોકરીને થઈ ગયો પ્રેમ, રાત્રે વાડીમાં માણ્યું શરીરસુખ ને પછી.....

નવસારીઃ વાંસદા તાલુકાની 15 વર્ષીય સગીરા પર 17 વર્ષીય છોકરાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે સાંજે છોકરો સગીરાને બાઇક પર બેસાડીને વાડીએ લઈ ગયો હતો અને અહીં જ રાત્રે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 

શનિવારે સગીરા ઘરે પરત ફરતાં પિતાએ છોકરા સામે બળાત્કાર અને પોક્સોનો નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે, એક જ ગામાં રહેતા બંને છોકરા-છોકરી એકબીજાના પ્રેમમાં હતા. 

શુક્રવારે સાાંજે આ કપલ બાઇક પર બેસીને નીકળી ગયું હતું અને છોકરો સગીર ગર્લ ફ્રેન્ડને મિત્રની વાડીએ લઈ ગયો હતો. તેમજ અહીં જ રાત્રિ રોકાણ પણ કર્યું હતું. આ સમયે બંનેએ શારીરિક સંબંધ પણ બાંધઅયા હતા. તેમજ શનિવારે બપોરે બન્ને કિશોરના ઘરે ગયા હતા.

આ અંગે સગીરાના પિતાને ખબર પડી જતાં તેમણે વાંસદા પોલીસ સ્ટેશનમાં સગીર સામે બળાત્કાર અને પોક્સ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. એટલું જ નહીં, સગીરના માતા-પિતા વુરુદ્ધ મદદગારીની ફરિયાદ નોંધાવી હતી. નવસારી એસસીએસટી સેલે વધુ તપાસ હાથ ધરી છે. 

Mehsana : સગીરાને કારમાં બેસાડી યુવક લઈ ગયો ખેતરમાં, પરાણે માણ્યું શરીરસુખ ને પછી....

મહેસાણાઃ મહેસાણા તાલુકાની એક સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે. અઢી મહિના પહેલા સવારે 6 વાગ્યે સગીરા પર બળાત્કાર ગુજારાયો હતો. જોકે, પિતાને કોરોના હોવાથી અને દીકરી પણ બીમાર પડી ગઈ હોવાથી અત્યારે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, અઢી મહિના પહેલા ગામનો જ યુવક સગીરાને સવારે 6 વાગ્યે ભોળવીને કારમાાં બેસાડી તળેટી ગામની સીમમાં લઈ ગયો હતો. અહીં સગીરાને લલચાવી-ફોસલાવી યુવકે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેમજ હવસ સંતોષ્યા પછી કોઈને આ અંગે વાત કરશે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

આ ઘટના બની ત્યારે સગીરાના પિતાને કોરોનાની સારવાર ચાલું હોવાથી તેમ જ ભોગ બનનાર સગીરા પણ બીમાર પડી ગઈ હોવાથી ફરિયાદ નોંધાવી શકાઇ નહોતી. સગીરા સ્વસ્થ થતાં શનિવારે આરોપી સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે યુવક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

Embed widget