શોધખોળ કરો

સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

શહેરમાં બારેમેઘ ખાંગા થતા જળબંબાકાર; પાલિકા કમિશનર ગ્રાઉન્ડ પર, NDRF-SDRF તૈનાત અને શાળાઓમાં રજા જાહેર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે સુરત માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું; NDRF/SDRF તૈનાત.
  • ભારે વરસાદથી શહેર જળબંબાકાર; શૈક્ષણિક સંસ્થાઓમાં રજા અપાઈ.
  • ખાડીઓ ભયજનક સપાટી વટાવતા, નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવાયા.
  • ટ્રાફિક જામ, કેમિકલ લીક, ભુવો પડ્યો; બસ રૂટ બંધ.

Surat heavy rain alert: સુરત શહેર માટે આજની રાત ભારે રહેવાની છે. હવામાન વિભાગે આજે રાત્રે સુરતમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતા સાથે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે, ખાસ કરીને રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા મહાનગરપાલિકા કમિશનરે તમામ નાગરિકોને રાત્રે 9 વાગ્યા સુધીમાં પોતાના ઘરે પરત ફરી જવા અને ત્યારબાદ કામ વગર બહાર ન નીકળવા ખાસ અપીલ કરી છે. હાલ શહેરમાં સુરક્ષા માટે અલગ-અલગ વિસ્તારોમાં NDRF અને SDRF ની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે સુરતની હાલત ફરીથી બેહાલ થઈ ગઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે તકેદારીના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દીધી છે. ખુદ મનપા કમિશનર એમ. નાગરાજન રસ્તા પર ઉતરીને પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. જ્યાં પણ પાણી ભરાયાની ફરિયાદ મળે છે, ત્યાં તેઓ જાતે પહોંચીને પાણીના નિકાલ માટે કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે.

ભારે વરસાદને લીધે શહેરની મુખ્ય 5 ખાડીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે. ખાસ કરીને ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી દેતા પાલિકા તંત્ર દોડતું થયું છે. ઉધનાના સંજયનગર સહિતના ખાડીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને લોકોને સુરક્ષિત સ્થળે ખસવા ચેતવણી અપાઈ છે. ખાડી નજીકના અને જળમગ્ન વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા બેરિકેટિંગની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

નાગસેનનગરમાં ખાડીકાંઠે આવેલા ઝૂંપડાઓમાં પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરી પલળી ગઈ છે અને ભારે હાલાકી સર્જાઈ છે. સલામતીના ભાગરૂપે આ તમામ લોકોને અને પાંડેસરાના પ્રેમનગર, કૃષ્ણનગર તેમજ લક્ષ્મીનારાયણનગરના અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભેદવાડ અને મીઠીખાડી વિસ્તારમાં મશીનો (પંપ) મૂકીને પાણી ઉલેચવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતા ટ્રાફિક જામ અને હાલાકીના દ્રશ્યો સર્જાયા છે. પાસોદરાની એસ્ટ્રોન હાઈટ્સ બહાર ઘૂંટણસમા પાણીમાં ફસાયેલા એક વિદ્યાર્થીએ મદદ માંગતા, લસકાણા પોલીસના પીઆઈ મીનાબા ઝાલાએ તાત્કાલિક પહોંચી તેને હેમખેમ ઘરે પહોંચાડ્યો હતો. બીજી તરફ ભેસ્તાન નવીન ફ્લોરિંગ રોડ અને ભેસ્તાન-નવસારી રોડ પર 500 મીટર સુધી પાણી ભરાઈ જતા વાહનચાલકો ફસાયા હતા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ફસાયેલા લોકોએ મહાનગરપાલિકા સામે ભારે રોષ ઠાલવ્યો હતો.

વરસાદ વચ્ચે ઉધના મેઈન રોડ પર કેમિકલ માફિયાઓનું પાપ સામે આવ્યું છે; મીલોનું કેમિકલયુક્ત પાણી ગટર મારફતે રસ્તા પર ફરી વળતા સ્થાનિકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે. વેસુ વીઆઈપી રોડ પર ભગવાન મહાવીર કોલેજ પાસેનું ફૂડ પ્લાઝા પાણીમાં ગરકાવ થયું છે, જ્યારે ગોડાદરામાં માનસરોવર પાસે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પડેલા ભુવામાં એક ડમ્પર ફસાયું હતું. હાલ ફાયર વિભાગની બોટ સાથે તમામ બચાવ ટીમો સ્ટેન્ડબાય છે અને સાવચેતી રૂપે BRTS તથા સિટી બસના 5 જેટલા રૂટ બંધ કરી દેવાયા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કાલથી 7 દિવસ ભારે વરસાદનું એલર્ટ: 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 15.63 ઈંચ

Frequently Asked Questions

સુરત માટે હવામાન વિભાગે કયું એલર્ટ જાહેર કર્યું છે?

હવામાન વિભાગે સુરતમાં આજે રાત્રે અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. નાગરિકોને રાત્રે 9 વાગ્યા સુધીમાં ઘરે પરત ફરી જવા અપીલ કરાઈ છે.

ભારે વરસાદને કારણે સુરતમાં શૈક્ષણિક સંસ્થાઓ વિશે શું નિર્ણય લેવાયો છે?

અનરાધાર વરસાદ અને જળબંબાકારની સ્થિતિને પગલે તકેદારીના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દીધી છે.

સુરતની મુખ્ય ખાડીઓની હાલત શું છે અને લોકોને શું ચેતવણી અપાઈ છે?

શહેરની 5 મુખ્ય ખાડીઓનું જળસ્તર વધી રહ્યું છે, જેમાં ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી છે. ખાડીકાંઠાના નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસવા ચેતવણી અપાઈ છે.

મહાનગરપાલિકા કમિશનર વરસાદની પરિસ્થિતિમાં શું પગલાં લઈ રહ્યા છે?

મનપા કમિશનર એમ. નાગરાજન રસ્તા પર ઉતરીને પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. તેઓ પાણી ભરાયાની ફરિયાદો પર જાતે પહોંચીને નિકાલ માટે સૂચનાઓ આપી રહ્યા છે.

ભારે વરસાદને કારણે શહેરમાં કઈ અન્ય મુશ્કેલીઓ અને ઘટનાઓ બની છે?

કેમિકલયુક્ત પાણી, ફૂડ પ્લાઝા પાણીમાં ગરકાવ થવું અને ભુવામાં ડમ્પર ફસાવવા જેવી ઘટનાઓ બની છે. BRTS તથા સિટી બસના 5 રૂટ પણ બંધ કરાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Embed widget