શોધખોળ કરો

ગુજરાતમાં કાલથી 7 દિવસ ભારે વરસાદનું એલર્ટ: 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 15.63 ઈંચ

વલસાડ-તાપીમાં શાળાઓ બંધ; વાપીમાં મકાન ધરાશાયી, કપરાડામાં આભ ફાટ્યું, સૌથી વધુ 15.63 ઈંચ વરસાદ ખાબક્યો.

ગુજરાતમાં હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્ય પર એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અતિભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. નવસારી અને વલસાડમાં સ્થિતિ ગંભીર હોવાથી રેડ એલર્ટ, જ્યારે સુરત અને ડાંગ-તાપીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અવિરત વરસાદની પરિસ્થિતિને જોતા વલસાડ અને તાપીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જ 173 તાલુકાઓમાં મેઘમહેર થતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

કેમ વરસી રહ્યો છે આટલો વરસાદ?

હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, હાલમાં 4 સિસ્ટમ- સાયક્લોનિક સર્ક્યુલેશન, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય એક ટ્રફ સક્રિય છે. આ સિસ્ટમોની અસરથી આગામી 5 દિવસ સુધી વીજળીના કડાકા-ભડાકા (થન્ડર સ્ટોર્મ) સાથે વરસાદ પડવાની સંભાવના છે. તોફાની પવનની આશંકાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે, અને સલામતીના ભાગરૂપે તમામ પોર્ટ (બંદરો) પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીની સ્થિતિ જોઈએ તો, રાજ્યમાં સરેરાશ 285.8 mm વરસાદ થવો જોઈએ, જેની સામે 201.9 mm વરસાદ નોંધાયો છે, એટલે કે હજુ પણ વરસાદની 29 ટકા ઘટ છે.

ક્યાં કયું એલર્ટ જાહેર કરાયું?

રેડ એલર્ટ: આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ઓરેન્જ એલર્ટ: ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

યલો એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે.

ગ્રાઉન્ડ ઝીરો: ક્યાં કેવી છે સ્થિતિ?

જમીની સ્થિતિની વાત કરીએ તો, તાપી જિલ્લામાં ગત રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં વ્યારા, વાલોડ અને ડોલવણમાં નોંધપાત્ર વરસાદ પડતા તાપીની કેટલીક ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વાપી નજીકના કોચરવા ગામમાં તો એક મકાન ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. વલસાડ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે.

છેલ્લા 24 કલાકના વરસાદના મુખ્ય આંકડા (ઈંચમાં):

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. વરસાદના આંકડા નીચે મુજબ છે:

વલસાડ (કપરાડા): 15.63 ઇંચ

વલસાડ (નાનાપૌઢા): 11.02 ઇંચ

નવસારી (ચીખલી): 9.61 ઇંચ

વલસાડ (પારડી): 9.37 ઇંચ

નવસારી (વાંસદા): 9.25 ઇંચ

વલસાડ (શહેર): 8.31 ઇંચ

નવસારી (ખેરગામ): 7.91 ઇંચ

વલસાડ (વાપી): 7.28 ઇંચ

ડાંગ (વઘઇ): 7.2 ઇંચ

વલસાડ (ધરમપુર): 6.77 ઇંચ

સુરત (બારડોલી): 5.39 ઇંચ

વલસાડ (ઉમરગામ): 5.24 ઇંચ

ડાંગ (જિલ્લો): 5.04 ઇંચ

નવસારી (ગણદેવી): 4.72 ઇંચ

સુરત (પલસાણા): 4.69 ઇંચ

સુરત (શહેર): 4.25 ઇંચ

સુરત (અંબિકા): 4.21 ઇંચ

ડાંગ (સુબિર): 4.13 ઇંચ

તાપી (ડોલવણ): 3.9 ઇંચ

સુરત (મહુવા): 3.54 ઇંચ

નવસારી (શહેર): 3.54 ઇંચ

જલાલપોર: 3.46 ઇંચ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
Embed widget