શોધખોળ કરો

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

રાજ્યમાં સતત 7 દિવસ રહેશે વરસાદી માહોલ: આવતીકાલે 3 જિલ્લામાં રેડ તો 13 વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, સાત દિવસ સાર્વત્રિક વરસાદ.
  • આગામી બે દિવસ અત્યંત ભારે વરસાદ, બંદરો પર ભયસૂચક સિગ્નલ.
  • દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ, અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ.

Gujarat heavy rain forecast: ગુજરાતમાં મેઘરાજા હવે પૂરા જોશમાં બેટિંગ કરવાના મૂડમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્ય પર એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જળવાઈ રહેશે. ખાસ કરીને આગામી 2 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ તૂટી પડવાની સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયા છે. દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે.

આજે ક્યાં કેવો રહેશે માહોલ?

હવામાન વિભાગની માહિતી મુજબ, હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય એક ટ્રફ એમ કુલ 4 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું જોર વધ્યું છે. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ વધુ સક્રિય છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય અન્ય 8 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 5 દિવસ સુધી વીજળીના કડાકા-ભડાકા (થન્ડર સ્ટોર્મ) સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલની (23 જુલાઈ) આગાહી અને એલર્ટની વિગતો:

આવતીકાલે મધ્ય ગુજરાત અને કેટલાક અન્ય વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પરિસ્થિતિની ગંભીરતાને જોતા આવતીકાલ માટે નીચે મુજબના એલર્ટ આપ્યા છે:

રેડ એલર્ટ (અત્યંત ભારે વરસાદની ચેતવણી):

મધ્ય ગુજરાતના આ 3 જિલ્લાઓમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે:

મહીસાગર

પંચમહાલ

દાહોદ

આ પણ વાંચોઃ Rain Update: ગુજરાતમાં મેઘતાંડવથી 16 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ, તંત્ર એલર્ટ મોડ પર

ઓરેન્જ એલર્ટ (ભારેથી અતિભારે વરસાદની આગાહી):

આવતીકાલે નીચે મુજબના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે:

સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા અને છોટા ઉદેપુર

દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી

યલો એલર્ટ (ભારે વરસાદની શક્યતા):

છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને પગલે આ 10 જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે:

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર

અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, મહેસાણા અને બનાસકાંઠા

આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!

Frequently Asked Questions

ગુજરાતમાં આગામી કેટલા દિવસ વરસાદની આગાહી છે?

હવામાન વિભાગ અનુસાર, આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ભારે વરસાદનું મુખ્ય કારણ શું છે?

રાજ્ય પર એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય એક ટ્રફનો સમાવેશ થાય છે.

માછીમારો માટે કઈ સૂચનાઓ આપવામાં આવી છે?

દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

આજે કયા જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે?

આજે સુરત, નવસારી, વલસાડ અને ડાંગની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આવતીકાલે (23 જુલાઈ) કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે?

આવતીકાલે મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Embed widget