Surat: સુરતમાં મોદીના નામે કોવિડ સેન્ટર, જાણો કોણે કર્યુ ઉદ્ઘાટન
સુરતમાં કોરોના સંક્રમણ કુદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 79512 પર પહોંચી છે.
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. શહેરની મોટાભાગની હોસ્પિટલો હાઉસફૂલ થઈ છે. ત્રણ દિવસ પહેલા સુરતના પરબત ગા મેકોરોના દર્દીઓ માટે ના "નમો કોવિડ આઇસોલેશન સેન્ટર" ને ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલે ખુલ્લુ મૂક્યું હતું.
આ પ્રસંગે પાટીલે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ મહામારીમાં પણ મોતથી ડર્યા વગર લોકોની સાથે ઉભાં છે, સેવા કરે છે, કોરોના દર્દીઓના સગાં-વ્હાલાને જમવાની વ્યવસ્થા કરી આપે છે તથા સ્મશાનમાં લાકડાં અને હોસ્પિટલમાં ઓક્સિજનની અછત પૂરી કરી આપે છે.
સુરતમાં કોરોના સંક્રમણ કુદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 79512 પર પહોંચી ગઈ છે. જયારે સરકારી ચોપડે કુલ મોતનો આંકડો 1352 પર પહોંચી ગયો હતો.કોરોનામાંથી સાજા થઇ ગયેલાની સંખ્યા 70348 થઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ 7812 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
બુધવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
14 એપ્રિલ |
7410 |
73 |
13 એપ્રિલ |
6690 |
67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
59,972 |
476 |
C.R. પાટીલ સામે ગુજરાત હાઈકોર્ટમાં થઈ ફરિયાદ, જાણો શું થયો આક્ષેપ
રેમડેસિવિર મુદ્દે કોર્ટે રૂપાણી સરકારને ખખડાવી ? જાણો શું કહ્યું