Biporjoy: વાવાઝોડાથી બચવા શિવ મંદિરમાં ભીડ, જળાભિષેક કરીને લોકોએ મહાદેવને રિઝવવાનું શરૂ કર્યુ
સુરતમાં બિપરજૉય વાવાઝોડાથી નુકશાનીનો ભોગ ના બનવું પડે એ માટે લોકો ભગવાન શિવના શરણે પહોંચ્યા છે. આ ભયંકર ચક્રવાત દરિયામાં જ સમાઇ જાય એ માટે લોકો મહાદેવની પૂજા કરવા લાગ્યા છે.
Surat: રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે. આ પહેલા આવેલા તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં કેટલીય જગ્યાએ માલહાનિ અને જાનહાનિ નોંતરી હતી, હવે આ વખતે આવેલા બિપરજૉય વાવાઝોડાને લઇને પણ સરકાર અને જનતા ચિંતિત છે, ત્યારે સુરતમાં આ બિપરજૉય વાવાઝોડું દરિયામાં જ સમાઇ જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે.
માહિતી પ્રમાણે, સુરતમાં બિપરજૉય વાવાઝોડાથી નુકશાનીનો ભોગ ના બનવું પડે એ માટે લોકો ભગવાન શિવના શરણે પહોંચ્યા છે. આ ભયંકર ચક્રવાત દરિયામાં જ સમાઇ જાય એ માટે લોકો મહાદેવની પૂજા કરવા લાગ્યા છે. સુરતમાં ઓલપાડના સરસ ગામે લોકો ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરે જઇને જળાભિષેક કરીને પ્રાર્થના કરી રહ્યાં છે. મંદિરમાં લોકોની ભીડ જામી છે, અને લોકો ભગવાના પાસે બિપરજૉય વાવાઝોડાથી કોઇ નુકશાન ના થાયે એવી માંગણી કરી રહ્યાં છે. બિપરજૉયથી કોઇ નુકશાન ના થાય એ માટે ભગવાન શિવને રિઝવવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ ઓલપાડ દરિયાકાંઠાના ૨૭ ગામડાઓ છે એલર્ટ મૉડમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે ક્યાં-ક્યાં છે વરસાદની સંભાવના, અમદાવાદમાં પડશે કે નહીં ?
ગુજરાતમાં બિપરજૉય વાવાઝોડાને લઇને વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજૉયની અસર વર્તાવવાની શરૂ થઇ ગઇ છે, અને કેટલાય વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે, ખાસ કરીને દરિયાની નજીકના વિસ્તારોમાં મોડી રાતથી જ ઝાંપટા પડવાના શરૂ થઇ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે બિપરજૉય વાવાઝોડાએ રૂટ બદલ્યો હોવાના પણ સામાચાર હવામાન વિભાગે આપ્યા છે. જો ગુજરાતમાં બિપરજૉયની અસર વધશે તો આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં કેટલાય જિલ્લાઓમાં વરસાદ પડવાની આજે સંભાવના છે. બિપરજૉય વાવાઝોડાને લઇને મળેલા લેટેસ્ટ અપડેટ પ્રમાણે, આજે રાજ્યમાં વરસાદની પુરેપુરી સંભાવના છે, આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે, આ ઉપરાંત અમદાવાદમાં પણ પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે. વાવઝોડું ધીરે ધીરે ગુજરાતના દરિયાકિનારા નજીક આવી રહ્યું છે. પરંતુ તે ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે નહિ તેથી ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. જો કે આગામી 4 દિવસ 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતના દરિયાઇ કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની હાલની સ્થિતિને જોતા. તમામ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.