શોધખોળ કરો
Advertisement
સુરતઃ પાંચ વર્ષની બાળા પર બળાત્કાર કરનારા નરાધમને કોર્ટે ફટકારી કેટલા વર્ષની જેલની આકરી સજા ? જાણો ચુકાદો
આ કેસની વિગત મુજબ ગણપતનગર, પાંડેસરામાં રહેતી મજૂર પરિવારની ચાર વર્ષની માસૂમ બાળા ઘર પાસે રમી રહી હતી.
સુરતઃ ત્રણ વર્ષ પહેલા પાંડેસરામાં પાંચ વર્ષની માસૂમ બાળા પર બળાત્કાર કરનાર સુજીતને 20 વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી છે. કોર્ટે આ ઘટાને ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના ગમાવી છે. કોર્ટે કહ્યું કે, આરોપીએ તમામ હદો ઓળંગી નાંખી છે.
આ કેસની વિગત મુજબ ગણપતનગર, પાંડેસરામાં રહેતી મજૂર પરિવારની ચાર વર્ષની માસૂમ બાળા ઘર પાસે રમી રહી હતી. તેના ઘરની સામે જ મૂળ બિહારના વિક્રમગંજનો વતી અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ભાડાના મકામાં સુજીતકુમાર મિસ્ત્રી રહેતો હતો. બાળકી એક દિવસ તેના ઘરે રમવા ગઈ હતી. અચાકન જ બાળાની માતાએ તેને બોલાવવા બુમો પાડી પણ બાળાની કોઈ ભાળ ન મળતા તેઓ આરોપીને ત્યાં જોવા માટે ગઈ હતી.
ત્યારે જ બારીમાંથી જોતા બાળા સુજીતના ઘરમાં નગ્ન હાલતમાં હતી અને ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું. માતાએ સૂજીતને પૂછ્યું કે આ શું થયું તો તે ખોટું બોલ્યો કે બાળાને ખંજવાળ આવતી હતી એટલે ખંજવાળી દીધું પણ મારો નખ વાગી જતા તેને લોહી નીકળે છે. જોકે બાળાની માતા ઉશ્કેરાઈ ગઈ અને આજુબાજુના લોકો પણ આવી ગયા હતા અને સુજીતને પકડી લીધો હતો. જોકે તે ત્યારે પણ સાચુ બોલ્યો ન હતો.
આજુબાજુના લોકો આવી ગયા બાદ સુજીતને ઠપકો આપતા તે ગભરાઈ ગયો અને ધીમા અવાજે બોલ્યો કે એ આવું ખરાબ કામ કર્યં છે અને સંભોગ કરતાં લોહી નીકળ્યું છે. આ રમિયાન કોઈએ પોલીસને ફોન કરી દીધો હતો.
પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સુજીતને પકડી લીધો હતો. પોલીસે સુજીતની સામે બળાત્કારનો ગુનો નોંધી તેને જેલમાં મોકલી આપ્યો હતો.
આ દરમિયાન કોર્ટમાં કેસ ચાલ્યો અને તમામ પુરાવા સુજિત વિરૂદ્ધ મળી આવતા કોર્ટમાં આરોપીને વધુમાં વધુ સજા થાય તેવી દલીલ થઈ હતી. બન્ને પક્ષોની દલીલ બાદ આરોપીને 20 વર્ષની સખત કેદની સજાનો કોર્ટો હુકમ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion