શોધખોળ કરો

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં કોર્પોરેશને લીધો વધુ એક મોટો નિર્ણય, શું કર્યો મોટો આદેશ?

સુરત શહેરમાં ગુજરાત બહારથી આવતા લોકોએ હોમ કોરોન્ટાઈનમાં રહેવું પડશે. બહાર ગામથી આવતા લોકોએ ફરજીયાત સાત દિવસ હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે. સુરતમાં કોરોના પોઝિટિવ કેસ વધતા પાલિકા સક્રિય થઈ ગઈ છે

સુરતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં અત્યારે સુરતમાં સૌથી વધુ કોરોનાના દૈનિક કેસો આવી રહ્યા છે, ત્યારે સુરત કોર્પોરેશને કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરવાના શરૂ કરી દીધા છે. મહાનગર પાલિકા કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. કોવિડ 19ને અનુલક્ષીને બહાર જાહેરનામું પાડ્યું છે. 

સુરત શહેરમાં ગુજરાત બહારથી આવતા લોકોએ હોમ કોરોન્ટાઈનમાં રહેવું પડશે. બહાર ગામથી આવતા લોકોએ ફરજીયાત સાત દિવસ હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે. સુરતમાં કોરોના પોઝિટિવ કેસ વધતા પાલિકા સક્રિય થઈ ગઈ છે. 

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં કોર્પોરેશને લીધો વધુ એક મોટો નિર્ણય, શું કર્યો મોટો આદેશ?

 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્યમાં ફરી એકવાર અમદાવાદ સહિતના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂની સમય મર્યાદા વધારવામાં આવી છે અને રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગું કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે મહાનગરોના કમિશ્નરોને કોરોનાનું સંક્રમણ અટકાવવા જરૂરી પગલા ભરવા માટે છૂટ આપવામાં આવી છે. 

ગુજરાત સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરવાની છૂટ આપતાં જ અમદાવાદ કોર્પોરેશન પણ હરકતમાં આવી ગયું છે તેમજ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા તમામ બાગ બગીચા અને પ્રાણીસંગ્રહાલય બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલથી આગામી નિર્ણય સુધી તમામ જાહેર સ્થળો જનતા માટે બંધ રહેશે. ભીડ એકઠી થતા સંક્રમણ ફેલાવવાની આશંકાના પગલે નિર્ણય લેવાયો છે. 

રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મેચના કારણે કોરોનાના કેસો વધ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને વડોદરા ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં વધુ બે કલાકનો વધારો કર્યો છે. એટલે કે હવે ચારેય મહાનગરોમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ આગામી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. આજથી ફરી મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રીના 10થી થતા 10 વાગ્યા બાદ હવે એસટી બસો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નહીં પ્રવેશે. કોરોનાની સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુની અવધિમાં ફરી એકવાર વધારો કર્યો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 954  નવા કેસ નોંધાયા હતા જ્યારે 703  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966  એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908  લોકો સ્ટેબલ છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

સુરત કોર્પોરેશનમાં 263, અમદાવાદ કોર્પોરેશનમાં 241, રાજકોટ કોર્પોરેશનમાં 80, વડોદરા કોર્પોરેશનમાં 92, સુરતમનાં 29, ભરૂચમાં 26, વડોદરામાં 17, ખેડામાં 15, આણંદ-જામનગર કોર્પોરેશન-મહેસાણામાં14-14, ભાવનગર કોર્પોરેશન-ગાંધીનગર કોર્પોરેશનમાં 12-12, કચ્છ-પંચમહાલમાં 10-10 કેસ   નોંધાયા હતા.

ક્યાં કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત ?

સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 72, રાજકોટ કોર્પોરેશનમાં 68, સુરતમાં 23, ભરૂચમાં 5, વડોદરામાં 22, ખેડામાં 8, આણંદમાં 32, જામનગર કોર્પોરેશનમાં 6, મહેસાણામાં 5, ભાવનગર કોર્પોરેશનનમાં 8, કચ્છમાં 26, પંચમહાલમાં 16 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

ક્યાં આજે ન નોંધાયો એક પણ કેસ

બોટાદમાં કોરોનાનો આજે એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે પોરબંદર-નવસારી-ગીર સોમનાથામાં 1-1, વલસાડ-તાપી-જુનાગઢ-દેવભૂમિ દ્વારકામાં 2-2, નર્મદા-જુનાગઢ કોર્પોરેશન-ભાનવગર-બનાસકાંઠા-અરવલ્લીમાં 3-3 કેસ નોંધાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલPrnatij Bus Fire: કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં લાગી આગ, 36 જેટલા મુસાફરો હતા સવારSurat: પીપલોદમાં કારના શો રૂમમાં લાગેલી આગ આવી ગઈ કાબુમાં, જુઓ શોર્ટ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
SBIની આ સ્કીમ દરેક ઘરને બનાવશે લાખોપતિ,બાળકો અને વૃદ્ધોને પણ મળશે મોટો લાભ
SBIની આ સ્કીમ દરેક ઘરને બનાવશે લાખોપતિ,બાળકો અને વૃદ્ધોને પણ મળશે મોટો લાભ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Embed widget