Surat: અન્ય યુવતી સાથેના આડા સંબંધોમાં સાળાની હત્યા કરનારા યુવકના પ્રેમિકા સાથેની અંગત પળોના ફોટા વાયરલ........
ઝાઝમેરાને આ યુવતી સાથે શરીર સંબંધો બંધાયા હતા અને પત્નિની ગેરહાજરીમાં મહેશ તેને ઘેર લાવીને શરીર સુખ માણતો હતો. પત્નિને ખબર પડી જતાં તેણે વાંધો લેતાં મહેશે તેના કાઢી મૂકી હતી. આ ઘટનાને પગલે તેને સમજાવવા આવેલા બંને સાળાને તલવારના ઘા ઝીંક્યા હતા ને એક સાળાની કરપીણ હત્યા કરી હતી.
સુરતઃ સુરતના કતારગામમાં સગા સાળાની હત્યા કરનારા બનેવી મહેશ ઝાંઝમેરાના તેની પ્રેમિકા સાથેના અંગત ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ઝાઝમેરાને આ યુવતી સાથે શરીર સંબંધો બંધાયા હતા અને પત્નિની ગેરહાજરીમાં મહેશ તેને ઘેર લાવીને શરીર સુખ માણતો હતો. પત્નિને ખબર પડી જતાં તેણે વાંધો લેતાં મહેશે તેના કાઢી મૂકી હતી. આ ઘટનાને પગલે તેને સમજાવવા આવેલા બંને સાળાને તલવારના ઘા ઝીંક્યા હતા ને એક સાળાની કરપીણ હત્યા કરી હતી.
કતારગામમાં નીલકંઠ સોસાયટી-2માં રહેતા મહેશ મધુ ઝાંઝમેરા (ઉ.વ. 34)નાં લગ્ન પ્રીતિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનો થયા બાદ મહેશને અન્ય યુવતી સાથે શરીર સંબંધ બંધાયા હતા. મહેશના ગામમાં અન્ય યુવક સાથે પ્રેમલગ્ન કરનારી યુવતી બે વર્ષ પહેલાં મહેશના સંપર્કમાં આવી હતી. બાદમાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. યુવતી તેના પતિથી અલગ થઇ ગઇ હતી અને મહેશ સાથે રહેવા માગતી હતી તેથી મહેશ પત્નીથી છૂટાછેડા માંગતો હતો. છૂટાછેડા બાબતે મહેશ અને પત્ની વચ્ચે વિવાદ થયો હતો.
આ યુવતી પ્રીતિબેનની હાજરીમાં ઘરે આવતી અને બંને રંગરેલિયાં મનાવતાં હતાં. આ કારણે ઘરે ઝઘડા થતા હતા તેથી પતિ મહેશે પ્રીતિબેનને કાઢી મૂકી હતી. આ મુદ્દે પ્રીતિબેને 8 ડિસેમ્બરે પતિ અને સાસરિયાં સામે દહેજ ઉત્પીડનની ફરિયાદ પણ નોંધાવી હતી.
ગયા મંગળવારે સાંજે પ્રીતિબેનના ભાઇ જયેશ મગન કલસરીયા, નીતેશ મગન તેમની પત્ની ભાવનાબેન જયેશ અને અરૂણાબેન નીતેશ નીલકંઠ સોસાયટીમાં ધસી ગયા હતા. મહેશ અને તેના પિતા મધુ ઝાંઝમેરા, માતા વિમળાબેન અને ભાઇ મનસુખ પણ જયેશ પર હથિયારો સાથે તૂટી પડ્યા હતા. મહેશે જયેશ અને નીતેશને બરહેમીપૂર્વક તલવારના ઘા ઝીકી દેતાં બંનેને ગંભીર હાલતમાં કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હત. જ્યાં જયેશનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો. પોલીસે મહેશની ધરપકડ કરી હતી.
સોશિયલ મીડિયામાં મહેશ અને પ્રેમિકાના અંગત પળોના ફોટા વાઈરલ થયા છે. અનૈતિક સંબંધની કિંમત સાળાએ પોતાનો જીવ આપીને ચૂકવવી પડી હતી. લોકોએ મહેશ અને યુવતીના સંબંધો વિશે સોશિયલ મીડિયામાં ફિટકાર વરસાવીને મહેશને કડક સજા કરવાની માંગણી કરી છે.