શોધખોળ કરો

Surat News: સુરતમાં AAP કાર્યકર અને વચેટિયાની ધરપકડ, જાણો શું છે આરોપ?

દુકાનદાર પર કાળા બજારીનો આરોપ લગાવી વીડિયો બનાવતા હતા. શ્રવણ જોશીએ સંપત ચૌધરી મારફતે દુકાનદાર પાસે લાંચ માંગ હતી.

સુરતમાં લાંચ કેસમાં AAP કાર્યકર અને વચેટિયાની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, AAPના શ્રવણ જોશી, એજન્ટ સંપત ચૌધરી પર સસ્તા અનાજના દુકાનદાર પાસેથી લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. લાયસન્સ રદ કરાવી દુકાન સીલ કરવાની ધમકી આપતા હતા. દુકાનદાર પર કાળા બજારીનો આરોપ લગાવી વીડિયો બનાવતા હતા. શ્રવણ જોશીએ સંપત ચૌધરી મારફતે દુકાનદાર પાસે લાંચ માંગ હતી. ગોડાદરા વિસ્તારમાં એક લાખની લાંચ સ્વીકારવાનો દાવો કરવામાં આવ્યો હતો. સંપત ચૌધરીએ સ્વીકાર કર્યો હતો કે શ્રવણના કહેવાથી હપ્તો લેવા ગયો હતો. અત્યાર સુધીમાં દોઢ લાખ રૂપિયા પડાવ્યા હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. લીંબાયત પોલીસમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી

સંપત ચૌધરીની એસઓજી પોલીસે અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં સંપતે સ્વીકાર કર્યો હતો કે શ્રવણ જોશીના કહેવા પર સરકારી અનાજની દુકાન પર હપ્તો લેવા જતો હતો. દર મહિને 25 હજારનો હપ્તો બાંધ્યો હતો. અત્યાર સુધી દોઢ લાખ લીધા છે. આમ આદમીનો કાર્યકર ગણાવતા શ્રવણ જોશી, સંપત ચૌધરી અન્ય અન્ય એક વ્યક્તિ સહીત ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી બદનામીની ધમકી આપી હતી. સસ્તા અનાજના દુકાનદાર પાસેથી ખંડણી વસૂલવાનો ગંભીર આક્ષેપ છે. લિંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારી પાસેથી દર મહિને 50,000 તથા એક વખત 1 લાખ રૂપિયાની લાંચ માંગ્યાનો આરોપ છે. ગ્રાહકોને ઉશ્કેરી, દુકાનના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી લાયસન્સ રદ કરાવી દુકાન સીલ કરાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ લાગ્યો છે. 

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ સુરતમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરને 1 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા હતા.  સુરત ACBની ટીમે મુગલીસરાઈમાં આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી ઉધના અને લિંબાયત ઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ રંગે હાથે લાંચ લેતા ઝડપાયા હતા. ફરિયાદીએ હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટીફેકેટ મેળવવા અરજી કરી હતી. આ NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઈશ્વર પટેલે 1 લાખની લાંચની માંગણી કરી હતી.                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Embed widget