Dog Bite: સુરતમાં વધ્યો શ્વાનનો આતંક, રોજના નોંધાય છે 100થી વધુ કરડવાના કેસ
Latest Surat News: 2023 -2024 માં એપ્રિલથી ફેબ્રુઆરીમાં કુલ 15,135 શ્વાન પકડવામાં આવ્યા હતા. જેમાં 13,643 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું.
Surat News: સુરતમાં શ્વાનનો આતંક વધ્યો છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં દરરોજ 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરના પાંડેસર વિસ્તારમાં શ્વાનનો સૌથી વધુ આતંક છે. સુરત સિવિલ હોસ્પિટલ માં વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૧૨૨૫૧ લોકોને અને સ્મીમેર હોસ્પિટલ માં વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૭૬૪૭ લોકો ને શ્વાન કરડ્યા હોવાના કેસો નોધાયા હતા. આમ એક વર્ષમાં વર્ષમાં કુલ ૧૯૮૯૮ લોકોને શ્વાન કરડ્યાં છે.
પકડેલા શ્વાનને એનિમલ વેલ્ફેર ગાઇડલાઇન્સના નિયમ મુજબ 5 દિવસની અંદર જે તે સ્થળે પાછા મુકવામાં આવે છે
2023 -2024 માં એપ્રિલથી ફેબ્રુઆરીમાં કુલ 15,135 શ્વાન પકડવામાં આવ્યા હતા. જેમાં 13,643 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. રોજ ના 60 થી 70 રસીકરણના ઓપરેશન કરવામાં આવ્યા હતા. રોજની પાંચ જેટલી પાર્ટી શ્વાન પકડવાની પાર્ટી કામ કરે છે. ભેસ્તાન ઢોર પાર્ટી ડબ્બા ખાતે 630 શ્વાન રાખવાની કેપિસિટી વાળા ડબ્બા રાખવામાં આવ્યા છે. પકડેલા શ્વાનને એનિમલ વેલ્ફેર ગાઇડલાઇન્સના નિયમ મુજબ 5 દિવસની અંદર જે તે સ્થળે પાછા મુકવામાં આવે છે.
સુરત શહેરમાં એક બાજુ રખડતા શ્વાનના આતંક વચ્ચે તાજેતરમાં ભેસ્તાનમાં રખડતા શ્વાન પકડવા ગયેલા કર્મચારીને બચકું ભરી લેતા નવી સિવિલમાં હડકવા વિરોધી રસી લેવી પડી હતી. ભેસ્તાન ખાતે પાલિકાના એબીસી સેન્ટરમાં રહેતો અને શ્વાન પકડવા સહિતનું કામ કરતો 18 વર્ષીય અનિલ પરીયાને શુક્રવારે સવારે સેન્ટર ખાતે રખડતા શ્વાને બચકું ભર્યુ હતુ. જેથી પાલિકાના અધિકારીઓ દ્વારા ગાડીમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં તેને હડકવા વિરોધી રસી મુકાવી હતી. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે ખસીકરણની કામગીરી માટે રખડતા શ્વાન પડકવા આવી રહ્યા છે. જોકે રખડતા શ્વાન પકડીને ભેસ્તાન ખાતે સેન્ટમાં મુકવામાં આવ્યા હતા ત્યારે અનિલને શ્વાને બચકું ભર્યુ હતુ. ઉલ્લેખનીય છે નવી સિવિલ હોસ્પિટલ કેમ્સપમાં પણ રખડતા શ્વાનના ત્રાસને પગલે ખસીકરણ માટે શ્વાનને પકડીને ગાડીમાં મુકાયા હતા. તે વેળા જ એક કર્મચારી હડકવા વિરોધી રસી લેવા સિવિલમાં પહોંચ્યો હતો. અઠવાડિયા પહેલા જ ભેસ્તામાં ચાર વર્ષની બાળા પર શ્વાનોએ હુમલો કરતા કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું.
ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પરથી રાજસ્થાનથી આવેલી ખાનગી બસના કંડકટર પાસેથી 48 લાખ રોકડ ભરેલી બેગ ઝડપાઈ