સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા પનીર અને ચીઝના 6 જેટલા સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થયા છે.
સુરતીઓ સાવધાન! પ્રખ્યાત હોટલ અને ડેરીઓમાં પનીર-ચીઝના સેમ્પલ ટેસ્ટિંગમાં થયા ફેલ!
હિંગળાજ ડેરી, ટોર્નીટો પિઝા અને ઓરેન્જ ઇન્ટરનેશનલ જેવી જગ્યાએથી લેવાયેલા પનીર-ચીઝ સબસ્ટાન્ડર્ડ જાહેર; વનસ્પતિ ફેટ અને કેમિકલની ભેળસેળ પકડાઈ.

- સુરત મહાનગરપાલિકાએ ભેળસેળિયાઓ સામે કાર્યવાહી કરી.
- પનીર અને ચીઝના 6 નમૂના લેબોરેટરી ટેસ્ટમાં ફેલ.
- બીટા-સિટોસ્ટેરોલ અને વનસ્પતિ ફેટની ભેળસેળ મળી આવી.
- હિંગળાજ, ટોર્નીટો પિઝા, ઓરેન્જ, સીફત, ભાગ્યલક્ષ્મી ડેરીના નમૂના ફેલ.
Surat paneer sample fail list: સુરતમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે, પણ હવે સુરત મહાનગરપાલિકા (SMC) ના ફૂડ વિભાગે તેમની સામે લાલ આંખ કરી છે. શહેરમાં ચાલતી મોટી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ડેરીઓમાં લોકો જે પનીર અને ચીઝ ખાઈ રહ્યા છે, તે સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક છે તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ફૂડ વિભાગે અલગ-અલગ જગ્યાએથી લીધેલા પનીર અને ચીઝના 6 જેટલા સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થયા છે અને તેમને સબસ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાના) જાહેર કરવામાં આવ્યા છે.
ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાણીપીણીના વિવિધ મોટા આઉટલેટ્સ પર એક ખાસ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન અધિકારીઓએ લૂઝ, પેક કરેલા અને પેકિંગમાંથી ખોલીને વેચવામાં આવતા પનીર અને ચીઝના શંકાસ્પદ સેમ્પલ લીધા હતા અને તેને વધુ તપાસ માટે લેબમાં મોકલી આપ્યા હતા. રિપોર્ટ આવતા જ ખબર પડી કે પનીર અને ચીઝના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. તેમાં બીટા-સિટોસ્ટેરોલ અને વનસ્પતિ ફેટની હાજરી મળી આવતા ફૂડ વિભાગે આકરી કાર્યવાહી શરૂ કરી છે.
કઈ કઈ જગ્યાના સેમ્પલ ફેલ થયા તેની વાત કરીએ તો, બામરોલી રોડ પર આવેલી પ્રખ્યાત હિંગળાજ ડેરીના પ્રીમિયમ ફ્રેશ પનીરના સેમ્પલમાં બીટા-સિટોસ્ટેરોલ અને ડ્રાય મેટર પર ફેટની હાજરી મળી છે. જ્યારે વેસુ વિસ્તારમાં આવેલા ટોર્નીટો પિઝા (Tornito Pizza) નામની રેસ્ટોરન્ટમાંથી લેવાયેલા 2 અલગ-અલગ પનીરના નમૂનામાં પણ બીટા-સિટોસ્ટેરોલની હાજરી, ઓછું ફેટ અને વધારે બી.આર. રીડિંગ જોવા મળ્યું છે. આ ઉપરાંત, સોનાઈ ડેરીસ્ટા મોઝરેલા ચીઝના સેમ્પલમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હોવાથી તેને પણ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાચોઃ તમે ખાતા ગોળમાં ભેળસેળ તો નથી ને? આ રીતે કરો અસલીની ઓળખ
આ લિસ્ટમાં રેલવે સ્ટેશન વિસ્તારની મોટી હોટલોના નામ પણ સામેલ છે. રેલવે સ્ટેશન નજીક આવેલી ઓરેન્જ ઈન્ટરનેશનલમાંથી લેવાયેલા 'મિલ્કુ મલાઈ પનીર'ના નમૂનામાં વનસ્પતિ ફેટની ભેળસેળ અને વધુ બી.આર. રીડિંગ પકડાયું છે. આ જ કમ્પાઉન્ડમાં આવેલી હોટલ સીફત ઈન્ટરનેશનલ એન્ડ ફરમાઈશ રેસ્ટોરન્ટનો 'મિલ્કુ મીડિયમ ફેટ પનીર'નો નમૂનો પણ ટેસ્ટમાં ફેલ સાબિત થયો છે. આ ઉપરાંત, ભાગ્યલક્ષ્મી ડેરીનું પનીર પણ સબસ્ટાન્ડર્ડ સાબિત થયું છે, જેમાં પણ નિયમ વિરુદ્ધ કેમિકલ અને ફેટની વિસંગતતાઓ લેબમાં પકડાઈ છે.
આ પણ વાંચોઃ નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
Before You Go
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Frequently Asked Questions
સુરતમાં પનીર અને ચીઝના કેટલા સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થયા છે?
ફેલ થયેલા પનીર અને ચીઝના સેમ્પલમાં કઈ ભેળસેળ મળી આવી છે?
ફેલ થયેલા સેમ્પલમાં બીટા-સિટોસ્ટેરોલ અને વનસ્પતિ ફેટની હાજરી મળી આવી છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
કઈ ડેરી અને રેસ્ટોરન્ટના પનીર અને ચીઝના સેમ્પલ ફેલ થયા છે?
હિંગળાજ ડેરી, ટોર્નીટો પિઝા, સોનાઈ ડેરીસ્ટા, ઓરેન્જ ઇન્ટરનેશનલ, હોટલ સીફત ઇન્ટરનેશનલ અને ભાગ્યલક્ષ્મી ડેરીના સેમ્પલ ફેલ થયા છે.
સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયેલા પનીર અને ચીઝના મુખ્ય કારણો શું છે?
ઓછું મિલ્ક ફેટ, બીટા-સિટોસ્ટેરોલ અને વનસ્પતિ ફેટની હાજરી, તેમજ નિયમ વિરુદ્ધ કેમિકલ અને ફેટની વિસંગતતાઓ મુખ્ય કારણો છે.






















