શોધખોળ કરો

નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

'રસમલાઈ' અને 'પોપટછાપ' બ્રાન્ડના ગોળના 6 નમૂના ફેલ; સ્વાસ્થ્ય માટે હાનિકારક સિન્થેટિક ફૂડ કલર પકડાતા 2 વેપારીઓ સામે કોર્ટ કાર્યવાહી શરૂ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહેસાણામાં ફૂડ વિભાગે ગોળમાં ભેળસેળ ઝડપી પાડી.
  • પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ગોળમાં ઉપયોગ થતો હતો.
  • જાણીતી બ્રાન્ડના ગોળના 6 સેમ્પલ ટેસ્ટમાં નાપાસ.
  • બે મોટી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ.

Mehsana Jaggery Adulteration: બજારમાં હવે ખાવાપીવાની વસ્તુઓમાં ભેળસેળ એટલી હદે વધી ગઈ છે કે લોકોએ શું ખાવું અને શું ન ખાવું તે એક મોટો સવાલ બની ગયો છે. તાજેતરમાં જ બજારમાં નકલી પનીર વેચાતું હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે હવે આપણા રોજિંદા ખોરાકમાં બારેમાસ વપરાતા દેશી ગોળમાં પણ મોટા પાયે ભેળસેળનો પર્દાફાશ થયો છે. મહેસાણામાં ફૂડ વિભાગે પાડેલા દરોડામાં જાણીતી બ્રાન્ડના ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલર મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ફૂડ વિભાગે ટેસ્ટિંગમાં 6 જેટલા સેમ્પલ ફેલ થતાં આ ગોળનું વેચાણ કરતી બે મોટી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે ફૂડ વિભાગની મોટી કાર્યવાહી

મળતી માહિતી મુજબ, ચોક્કસ બાતમીના આધારે મહેસાણા જિલ્લાના ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમે શહેરમાં દેશી અને સફેદ ગોળના વેચાણને લઈને સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ટીમે ડેડિયાસણ GIDC માં આવેલી 'હરિકૃષ્ણ માર્કેટિંગ' અને માલ ગોડાઉન રોડ પર રામકૃષ્ણ માર્કેટમાં આવેલી 'પટેલ સતીશકુમાર મોહનલાલ' ની પેઢી પર અચાનક દરોડા પાડ્યા હતા.

જાણીતી બ્રાન્ડના ગોળમાં નીકળ્યો પ્રતિબંધિત કલર

આ દરોડા દરમિયાન લેવામાં આવેલા ગોળના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા હતા. જેમાંથી હરિકૃષ્ણ માર્કેટિંગમાંથી લેવાયેલા 6 પૈકી 4 નમૂના અને રામકૃષ્ણ માર્કેટની પેઢીમાંથી લેવાયેલા 2 નમૂના ટેસ્ટમાં સદંતર નાપાસ જાહેર થયા છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, લોકો જે 'રસમલાઈ' અને 'પોપટછાપ' જેવી પ્રખ્યાત બ્રાન્ડનો ગોળ હોંશે હોંશે ખાય છે, તેમાં સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડે તેવા અને સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા 'સિન્થેટિક ફૂડ કલર' ની ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. ગોળને આકર્ષક દેખાડવા માટે આ પ્રકારના કેમિકલયુક્ત કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

બંને ડિસ્ટ્રિબ્યુટર પેઢીઓ સામે કોર્ટ કેસ

લોકોના આરોગ્ય સાથે સીધા ચેડાં કરતા આ કાળાબજારિયાઓ સામે ફૂડ વિભાગે હવે લાલ આંખ કરી છે. ગોળમાં ઝેરી કલરની ભેળસેળનો આખો મામલો સામે આવતા, ફૂડ વિભાગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા શહેરમાં આ ભેળસેળયુક્ત ગોળનું મોટા પાયે વેચાણ કરતા આ બંને મુખ્ય ડિસ્ટ્રિબ્યુટર સામે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

Frequently Asked Questions

મહેસાણામાં ગોળમાં કયા પ્રકારની ભેળસેળ મળી આવી છે?

મહેસાણામાં ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની ભેળસેળ મળી આવી છે. આ કલર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ફૂડ વિભાગે કઈ પેઢીઓ સામે કાર્યવાહી કરી છે?

ફૂડ વિભાગે 'હરિકૃષ્ણ માર્કેટિંગ' અને 'પટેલ સતીશકુમાર મોહનલાલ' નામની બે પેઢીઓ સામે કાર્યવાહી કરી છે. તેમના ગોળના નમૂના લેબોરેટરી ટેસ્ટમાં નાપાસ થયા છે.

ગોળમાં ભેળસેળ શેના માટે કરવામાં આવી હતી?

ગોળને વધુ આકર્ષક દેખાડવા માટે તેમાં સિન્થેટિક ફૂડ કલરની ભેળસેળ કરવામાં આવી હતી. આનાથી ગોળનો રંગ વધુ સારો દેખાય છે.

કઈ પ્રખ્યાત બ્રાન્ડના ગોળમાં ભેળસેળ મળી આવી છે?

લોકો દ્વારા પસંદ કરાતી 'રસમલાઈ' અને 'પોપટછાપ' જેવી પ્રખ્યાત બ્રાન્ડના ગોળમાં ભેળસેળ મળી આવી છે. આ જાણકારી લોકો માટે ચિંતાજનક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget