શોધખોળ કરો

Surat: પાટીદાર યુવકે વોટ્સએપ પર સોરી મમ્મી લખી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, 4 દિવસ પહેલા જ ઉજવ્યો હતો બર્થ ડે

Surat News: યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ખટોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Surat: ડાયમંડ નગરી સુરતમાં આપઘાતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં રહેતા 18 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાત કરતાં પહેલા હાર્દિક ઝડફીયાએ તેની માતાને વોટ્સએપ પર સોરી મમ્મી એવો મેસેજ કર્યો  હતો.  ચાર દિવસ પહેલા જ યુવકે બર્થ ડે ઉજવ્યો હતો. યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ખટોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સારોલીમાં BHMSના વિદ્યાર્થીએ 10મા માળેથી ઝંપલાવ્યું

સુરતના સારોલીના નેચરવેલી હોમ્સના દસમા માળેથી બીએચએમએસના વિદ્યાર્થીએ કૂદીને આપઘાત કરી લીધો હતો. બે વર્ષ અગાઉ અકસ્માતની ઘટનામાં મોટાભાઈનું મોત થયા બાદ વિદ્યાર્થી માનસિક તાણ અનુભવતો હતો. મૂળ અમરેલીના રાજુલાના વતની આશિષ મહેશભાઈ કળસરિયાએ તાજેતરમાં ભટાર રોડની કોલેજમાં બીએચએમએસમાં એડમિશન લીધું હતું.જેથી લોજે અને હોસ્ટેલની વ્યવસ્થા થાય તે માટે આશિષ છેલ્લા પાંચેક દિવસથી સારોલી ખાતે નેચરવેલી હોમ્સમાં સંબંધીના ઘરે રોકાયો હતો. બે દિવસ પહેલા તેણે દસમા માળેથી ઝંપલાવી મોતને વહાલું કરી લીધું હતું. યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકની કાલિમાં છવાઈ ગઈ હતી.

લીંબડી - અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપર ઇક્કો અને આઇસર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોનાં મોત

લીબંડી-અમદાવાદ હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં બે પુરૂષોના ઘટના સ્થળે અને એક મહિલાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે મોત થયું છે. અકસ્માતમાં એક મહિલા અને એક પુરૂષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 108 દ્વારા લીંબડી તેમજ પાણશીણા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે એક મહિલાને રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ મહિલા નું મોત પણ નીપજ્યું હતું. ઇક્કો ગાડીમાં કુલ 5 લોકો સવાર હતા. રાજસ્થાનથી રાજકોટ પરત ફરી રહ્યાં ત્યારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. ઇક્કોના ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતાં રોડની સાઇડ પર ઉભેલી આઇસર સાથે અથડાઇ હતી. આ ઘટના આજે વહેલી સવારે નેશનલ હાઇવે લીંબડીનાં ચોરણીયા 66 કેવી સબ સ્ટેશન પાસે બની હતી.

મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત, ડ્રાઇવર સહિત ચાર લોકોનાં મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
Embed widget