શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Surat : સ્પાની અલગ અલગ કેબિનમાં યુવક-યુવતીઓ માણી રહ્યા હતા શરીરસુખ ને અચાનક પડી પોલીસની રેડ
સુરતની મિસિંગ સેલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે ચાલતા સ્પામાં રેડ કરી હતી. એક હજાર રૂપિયાના ભાવે ગંદા કામ કરાયાની પોલીસને આશંકા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતઃ શહેરના વેસુ VIP રોડ પરના સ્પા પર કસ્ટમર બની પોલીસે રેડ પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે રેડ કરીને બંગાળની 18 યુવતી ડિટેઈન કરી છે. જ્યારે મેનેજર સહિત 7ની ધરપકડ કરવામાં આવી છે. સુરતની મિસિંગ સેલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે ચાલતા સ્પામાં રેડ કરી હતી. યુવતીઓ પાસે એક હજાર રૂપિયાના ભાવે ગંદા કામ કરાયાની પોલીસને આશંકા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, વેસુ વીઆઇપી રોડ પર મારવેલા કોરિડોરમાં એમ્બીઝ સ્પામાં 11 મહિના પહેલા વડોદરાની 15 વર્ષીય તરૂણીનું અપહરણ કરી વૈશ્યાવૃતિમાં ધકેલી દેવાઇ હતી. આ જ સ્પામાં ફરી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ શરૂ થઈ જતા એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડે શનિવારે રેડ પાડી હતી. જ્યાંથી સ્પાના માલિક, સંચાલક તેમજ 6 ગ્રાહકો સહિત 7 જણાને પકડી પાડ્યા હતા. આ સ્પામાંથી 18 યુવતીઓને રેસ્કયુ કરી હતી.
આ સ્પાની આડમાં છેલ્લા 4 મહિનાથી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ધમધમી રહ્યું હતું. આ અંગે બાતમી મળતા છટકું ગોઠવ્યું હતું અને સ્ક્વોડે મોકલેલા ડમી ગ્રાહકને 1 હજાર લઈ રૂમમાં મોકલાયો હતો. અહીં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. ડમી ગ્રાહકનો ઇશારો મળતાં જ પોલીસે રેડ પડતા ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે ચાલતા ગેરકાયદે સ્પાને લઈ પોલીસને બાતમી મળી હતી. અન્ય રાજ્યોની યુવતીઓ પાસે મસાજ સાથે મજા આપતી હોવાની બાતમી મળતા બાતમીદારને ગ્રાહક બનાવીને ટ્રેપ ગોઠવી હતી. જેમાં કસ્ટમર અને મેનેજર સહિત 7 લોકો ઝડપાયા ગયા હતા.
પોલીસે બંગાળની 18 યુવતીઓને છોડાવી હતી. લગભગ 1000ના ભાવ લઈ આ યુવતીઓ પાસે ગંદા કામ કરાવાઈ રહ્યા હોય એવી આશંકાને લઈ તપાસ હાથ ધરાઈ છે. ખટોદરા પોલીસની હદમાં મિસિંગ સેલની રેડ બાદ ભાગદોડ મચી ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion