Surat : સ્પાની આડમાં ચાલતું હતું પ્રોસ્ટિટ્યૂટ રેકેટ, 6 લલના-ગ્રાહકો ઝડપાયા
વેસ્ટર્ન બિઝનેસ પાર્કમાં આવેલા ઓસન સ્પામાં પોલીસે રેડ કરી હતી. રેડમાં 6 યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી હતી. જ્યારે સંચાલક ગ્રાહક સહિત 3ની અટકાયત કરી છે.
સુરત : શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સ્પામાં રેડ પડી છે. વેસ્ટર્ન બિઝનેસ પાર્કમાં આવેલા ઓસન સ્પામાં પોલીસે રેડ કરી હતી. રેડમાં 6 યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી હતી. જ્યારે સંચાલક ગ્રાહક સહિત 3ની અટકાયત કરી છે.
3 યુવકો રૂપજીવીનિઓ સાથે માણી રહ્યા હતા શરીર સુખ ને પોલીસ ત્રાટકી, ગ્રાહકની પસંદગી કઈ રીતે થતી એ જાણીને ચોંકી જશો.......
વડોદરાઃ વાઘોડિયા રોડના સનરાઈઝ કોમ્પલેક્ષમાંથી ઝડપેયાલે કુટણખાના મુદ્દે મોટો ધડાકો થયો છે. 12 વર્ષની બાળકીને તેના પિતાએ જ દેહવ્યાપારમાં મોકલી હોવાનુ બહાર આવ્યુ છે. બાળકીના પિતાએ જ સુરતથી વડોદરા મોકલી હતી. પોલીસ તપાસમાં આ મોટો ખુલાસો થયો છે. સુરતમા રહેતા પિતાએ બાળકીને મોકલી હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. અન્ય મહિલાઓ બોમ્બે અને દિલ્હીથી વડોદરા આવી હતી.
રીટા નામની મહિલા મોટાપાયે કુટણખાનું ચલાવતી હતી. પી.સી.બી. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. રેડમાં ઘટના સ્થળેથી 7 યુવતીઓ અને 3 ગ્રાહકો ઝડપાયા છે. કૂટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરવામાં આવતું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વાઘોડિયા રોડ પર આવેલા સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા પટેલ નામની મહિલા રેકેટ ચલાવતી હોવાની બાતમી PCBને મળી હતી. પોલીસે બાતનીના આધારે દરોડો પાડતા ચોંકી ઉઠી હતી. ઘટના સ્થળ પરથી 7 યુવતીઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે હાલ તબક્કે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન કરાતું હતું. કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષાતા હતા, તે મામલે તપાસ હાથ ધરી છે. યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું તે મુદ્દે તપાસ ચાલી રહી છે. હાલ તમામને પાણીગેટ પોલીસને સોંપાયા છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
રીટા પટેલ મૂળ બોડેલીની વતની હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. ફ્લેટમાં કૂટણખાનુ ચાલતુ હતું. તે ફ્લેટમાં રીટા પટેલ છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આ ફ્લેટમાં છેલ્લા છ મહિનાથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. રીટા એટલી ચાલાકીથી ધંધો કરતી હતી કે, કોમ્પલેક્સના રહીશો અને નીચે દુકાન ધરાવતા વેપારીઓને તેની ગંધ આવી નહોતી.
રીટા પટેલ કોલગર્લને મુંબઇ અને દિલ્હીથી બોલાવતી હતી. પોતાના જ ફ્લેટમાં રાખતી હતી. ગ્રાહક પાસેથી ૫૦૦ રૂપિયા લેતી રીટા પટેલ કોલગર્લને કેટલા રૂપિયા આપતી હતી. તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. કૂટણખાનામાંથી મળેલા ગ્રાહકો પણ શ્રમજીવી હોવાનું પોલીસે જણાવ્યું છે.