શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરત પોલીસે 200થી પણ વધારે નશાખોર યુવાનોની કરી અટકાયત? મોટી હસ્તીઓના પુત્રો હોવાની આશંકા?
પોલીસ તમામ યુવાનોને ટેસ્ટ માટે લઈ જવાશે. નશાખોરી સામે પોલીસની કાર્યવાહી સુરતમાં ચકચાર મચી હતી અને ખાસ કરીને યુવાનોમાં સન્નાટો જોવા મળ્યો હતો. ઉમરા પોલીસ સ્ટેશનમાં 200 જેટલાં યુવાનોને લાઈનસર નીચે બેસાડી દેવામાં આવ્યા હતા.
સુરત: સુરત પોલીસે નશાખોરી સામે સૌથી મોટી મેગા ડ્રાઈવ શરૂ કરી છે. સુરત પોલીસે બાતમીના આધારે ઉમરા અને અડાજણ વિસ્તારમાં દરોડા પાડ્યા હતાં. પોલીસની આ દરોડામાં 200થી પણ વધારે યુવાનોની અટકાયત કરી છે. આ તમામ યુવાનોને ઉમરા પોલીસ સ્ટેશને લઈ જવાયા હતાં.

શનિવારે રાત્રે સુરત પોલીસ દ્વારા કરાયેલી આ કાર્યવાહી નશાખોરી સામેનું મોટું ઝુંબેશ સાબિત થઈ શકે છે. જો ટેસ્ટમાં યુવાનોએ નશો કર્યો હોવાનું સાબિત થશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.
નોંધનીય છે કે, આગામી દિવસોમાં સુરત પોલીસ નશાખોરી સામે હજુ મોટી કડક કાર્યવાહી કરશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. હાલમાં જ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ નશાખોરીને ડામવા માટે કડક આદેશ આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion