શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ સ્પામાં ગ્રાહકો પાસેથી 1 હજાર રૂપિયા લઈ યુવતી સાથે કરાવાતી મજા, પોલીસને થઈ જાણ ને પછી....
પુણા પોલીસને બાતમી મળી હતી કે, પુણાના આઈમાતા ચોક નજીક આવેલા આયુર્વેદા નામના સ્પામાં કુટણખાનું ચાલે છે. બાતમી મળતા પુણા પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. ગ્રાહકે ઇશારો કરતા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડામાં બે યુવતી પકડાઈ હતી.
સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે રેડ કરી મેનેજરની ધરપકડ કરી છે. પોલીસને સ્પામાંથી બે યુવતીઓ પણ મળી આવી હતી. પોલીસે સ્પાના માલિક પતિ-પત્નીને વોન્ટેડ બતાવ્યા છે. પુણા પોલીસે ઘટનાસ્થળેથી બે કોન્ડમ પણ કબ્જે કર્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, પુણા પોલીસને બાતમી મળી હતી કે, પુણાના આઈમાતા ચોક નજીક આવેલા આયુર્વેદા નામના સ્પામાં કુટણખાનું ચાલે છે. બાતમી મળતા પુણા પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. ગ્રાહકે ઇશારો કરતા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડામાં બે મહિલા પકડાઈ હતી.
સ્પામાં ગ્રાહક દીઠ 1000 રૂપિયા લઈને યુવતી સાથે દેહવ્યાપાર કરાવાતો હતો. તેમાંથી 500 રૂપિયા યુવતીને આપતા હતા. પોલીસ દરોડા દરમિયાન આ જ નામનું અને આ જ માલિકનું અન્ય એક સ્પા આઈમાતા રોડ પર રાજમંદિર પેલેસ ખાતે છે. આથી પોલીસ ત્યાં જઈને મેનેજર સ્મિત સંજય પટેલને પકડી લીધો હતો. અહીં તપાસમાં સ્પાના માલિક અજય મેઘનાથી અને અજયની પત્ની સોનલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્મિત અને સોનલની ધરપકડ કરી છે. જ્યારે અજય વોન્ટેડ છે.
પુણા પોલીસે સ્પામાંથી રોકડા રૂ.2340, રૂ.10 હજારની કિંમતનો મોબાઈલ ફોન, બે કોન્ડોમ કબ્જે કરી મેનેજર સ્મીત પટેલની ધરપકડ કરી હતી અને મેઘવાની દંપત્તિને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion