શોધખોળ કરો

Surat News: કુખ્યાત ચિરાગ ગોટી સાથે લોકોએ કર્યો ટપલી દાવ, ટોળાએ ફાડી નાંખ્યો શર્ટ

સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી ફસાવનાર અને મારામારી કરીને નિર્દોષ લોકોને ડરાવનાર નામચીન ચિરાગ ગોટીનો સોમવારે પોલીસે વરઘોડો કાઢ્યો હતો.

સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી ફસાવનાર અને મારામારી કરીને નિર્દોષ લોકોને ડરાવનાર નામચીન ચિરાગ ગોટીનો સોમવારે પોલીસે વરઘોડો કાઢ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરત શહેર SOG પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે પહોંચી ત્યારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થયા અને કુખ્યાત ચિરાગ ગોટી પર ટપલી દાવ કરી શર્ટ ફાડી નાખ્યો હતો. લોકોના આક્રોશના કારણે સ્થિતિ એ હદે વણસી કે રિકન્સ્ટ્રક્શન વખતે ભારે ધક્કામુકી સર્જાઇ હતી. પોલીસે મહામહેનતે ચિરાગ ગોટીને બચાવ્યો હતો. તો બીજી તરફ વર્ષો સુધી જેના ડર નીચે લોકો જીવતા હતા તે જ લોકોએ આજે ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉત્સવ માનવ્યો હતો અને નરાધમને ફાંસી આપોના બેનર સાથે ઢોલ નગરા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

રિકન્સ્ટ્રક્શનની આ પ્રક્રિયા દરમિયાન ભોગ બનનાર પરિવાર અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોના હાથમાં ચિરાગ ગોટી વિરુદ્ધના બેનરો અને પોસ્ટરો હતા, જેમાં તેને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે ભયનું વાતાવરણ હોય છે, પરંતુ અહીં લોકોએ ડર છોડીને જાહેરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. 'તાલિબાની' સજા આપીને નિર્દોષોને હેરાન કરનાર આ શખ્સની શાન ઠેકાણે આવતી જોઈ લોકોમાં ન્યાયની આશા જાગી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં લોકોની ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ બની હતી. ગુજરાતમાં પ્રથમવાર કોઈ આરોપી પ્રત્યે જનતાનો આવો પ્રચંડ આક્રોશ અને સામે પક્ષે પીડિતો તરફથી ઢોલ-નગારા સાથેની આ અનોખી પ્રતિક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની છે.

ફાંસી આપવાની માંગ

સુરત શહેર SOG પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે પહોંચી ત્યારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થયા હતા અને કુખ્યાત ચિરાગ ગોટી પર ટપલી દાવ કરી શર્ટ ફાડી નાખ્યો હતો.  પોલીસે મહામહેનતે ચિરાગ ગોટીને બચાવ્યો હતો. લોકોએ ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તેમજ ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને ફાંસીની સજાની માંગ કરી હતી. ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના અગ્રણીઓએ ચિરાગ ગોટીને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી હતી. ચિરાગ ગોટીની અનેક કરતૂતમાં સામેલ તેના પિતા ઘનશ્યામની પણ પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં ખૂલ્યું છે કે ચિરાગ ગોટી પોતાની ધાક જમાવવા માટે નિર્દોષ લોકોને કોઈના કોઈ રીતે ફસાવી તેમણે પ્રતાડીત કરી માર મારતો હતો, જેનો વીડિયો બનાવી વાયરલ કરતો હતો જેથી તેની સામે કોઈ અવાજ ઉઠાવે નહીં.

વાસ્તવમાં સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ઓઇલના વેપારી અલ્પેશ મિયાણીની 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. જેની તપાસમાં ખૂલ્યું હતું કે ભાગીદાર મિત્ર અલ્પેશ મિયાણી સાથે થયેલી રકઝક બાદ ચિરાગ ગોટીએ અદાવત રાખી અલ્પેશ મિયાણીની કારમાં ડ્રગ્સ મૂક્યું હતું. જેની બાતમી ચિરાગે જ પોલીસને આપી હતી. જેથી પોલીસે 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે અલ્પેશ મિયાણીને ઝડપી પાડ્યો હતો.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget