શોધખોળ કરો

Surat News: કુખ્યાત ચિરાગ ગોટીના પિતાની ધરપકડ, અપહરણ અને 2 લાખની ખંડણીનો આરોપ

Surat News: આતંક ફેલાવનાર કુખ્યાત ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. તેમની સામે માર મારીને ખંડણી માગ્યાનો આરોપ છે.

Surat News:શહેરમાં આતંક ફેલાવનાર અને ધાક ધમકીથી ખંડણી માંગનાર ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સુરતની ચોક બજારથી  ચિરાગના પિતા ઘનશ્યામ ગોટીને પોલીસે ઝડપી પાડ્યાં છે. આ આખો મામલો જમીન દલાલના અપહરણ અને ખંડણીથી શરૂ થયો હતો,  ઉલ્લેખનિય છે કે, ચિરાગના પિતા પણ તેમના દરેક કાંડમાં અને ગુનાહિત પ્રવૃતિમાં સામેલ હોવાથી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. જિગ્નેશ વ્યાસે આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી.. જમીન દલાલ જીગ્નેશ વ્યાસના અપહરણ અને ખંડણીના કેસમાં ઘનશ્યામ ગોટી સહિતના સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.  જેના સંદર્ભે પગલા લેતા પોલીસે આજે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી છે,

શું છે સમગ્ર મામલો

સમગ્ર કેસની વાત કરીએ તો જીગ્નેશ વ્યાસનું અપહરણ કરીને તેમને પાસે 2 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ગોટી ગેંગે જિગ્નેશ વ્યાસ પાસેથી ધાક ધમકી આપીને 50 હજાર તો પડાવી લીધા હતા. ઉલ્લેખનિય છે કે, સુરતની આ કુખ્યાત ગોટી ગેંગ નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવીને તેમની મહેનતની કમાણી હડપ કરવા માટે જાણીતી બની ગઈ હતી, જેનો હવે કાયદેસરનો હિસાબ લેવામાં આવી રહ્યો છે. આ મામલે જિગ્નેશ વ્યાસની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરતા ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરી છે.  

ચિરાગ ગોટી વિરુદ્ધ અગાઉ સાતથી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ હવે તેની ગેંગની સંગઠિત ગુનાખોરીને તોડવા માટે 'ગુજસીટોક' હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. એસ.ઓ.જી ના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જાહેર જનતાને અપીલ કરી છે કે ચિરાગ ગોટી જેવા તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી. પોલીસે ખાતરી આપી છે કે જે પણ લોકો ભોગ બન્યા છે તેઓ નિર્ભય બનીને સામે આવે, પોલીસ તેમને સંપૂર્ણ સહકાર આપશે.                                                                                                                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget