Surat : બેફામ કાર ચલાવી અકસ્માત સર્જનાર અતુલ બેકરીના માલિક જેલભેગા, અકસ્માતમાં યુવતીનું મોત
ગઈકાલે રાત્રે 3 મોપેડને અડફેટે લીધા હતા. 1 યુવતીનું મોત થયું છે. અન્ય 2 મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કમલ 304 A મુજબ કારવાહી કરાશે.અતુલ વેકરીયાએ બેફામ કાર હંકારતા 3 વ્યક્તિઓને હડફેટે લીધા હતા.
સુરતઃ સુરત(Surat)માં ત્રણથી વધુ લોકોને ઉડાવનાર જાણીતી અતુલ બેકરી (Atul Bakery) ના માલિક અતુલ વેકરિયા (Atul Vekariya)ની અટકાયત કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ (Corona test) બાદ અતુલ વેકરિયાની ધરપકડ કરાશે. છેલ્લે સુધી કાર ન હંકારવાનો દાવો કર્યો હતો. સુરત અતુલ બેકરી ના માલિક અતુલ વેકરિયા દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો.
ગઈકાલે રાત્રે 3 મોપેડને અડફેટે લીધા હતા. 1 યુવતીનું મોત થયું છે. અન્ય 2 મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કમલ 304 A મુજબ કારવાહી કરાશે.અતુલ વેકરીયાએ બેફામ કાર હંકારતા 3 વ્યક્તિઓને હડફેટે લીધા હતા. વેસુ વિસ્તારની જે.એચ. અંબાણી હાઇસ્કૂલ પાસેથી અતુલ વેકરીયા કાર લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ 3 મોપેડને અડફેટે લીધા હતા. જેમાં મોપેડ ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અતુલ વેકરીયાની અટકાયત કરી હતી. અતુલ વેકરીયા વારંવાર પોલીસની સામે પોતે ગાડી ન હંકારતો હોવાની વાત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે, ડ્રાઈવરે ગાડી ચલાવતી વખતે અન્ય મોપેડને અડફેટે લીધી હતી.
સમગ્ર ઘટના દરમ્યાન અતુલ વેકરીયા જ્યારે પોતાનો ખુલાસો આપી રહ્યા હતા ત્યારે પોલીસે રસ્તા પર લાગેલા સીસીટીવી જોયા બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી જશે, તેવી વાત અતુલ વેકેરિયાને કરી હતી. આ ઘટનામાં મોપેડ ચલાવતી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે પોલીસે અતુલ વેકરીયાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. તેઓ નશામાં હતા કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.