શોધખોળ કરો
ગુજરાતના આ મોટા શહેરમાં ટ્રાફિક પોલીસની નવી પહેલ, હવે ઓનલાઇન-બેંક કાર્ડથી ભરી શકાશે ટ્રાફિકદંડ
લોકો હવે બેંકના કાર્ડથી દંડ ભરી શકશે અને ઓનલાઈન રસીદ મળશે. પોલીસ દ્વારા હવેથી ઓનલાઈન અને કાર્ડથી દંડ ઉધરાવશે.

પ્રતિકાત્મક તસવીર.
સુરત : સુરત પોલીસે ટ્રાફિકદંડને લઈને નવી પહેલ કરી છે. વાહન ટ્રાફિક દંડ હવે કેશ લેશ થશે. સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક પોલીસને મશીનો આપી શરૂઆત કરવામાં આવી. લોકો હવે બેંકના કાર્ડથી દંડ ભરી શકશે અને ઓનલાઈન રસીદ મળશે. પોલીસ દ્વારા હવેથી ઓનલાઈન અને કાર્ડથી દંડ ઉધરાવશે.
સુરત પોલીસ દ્વારા ખાનગી બેંક સાથે ટાઈપ કરવામાં આવ્યું છે. શહેરમાં ટ્રાફિક પોલીસને 50 મશીનો આપવામાં આવ્યા. અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસને મશીન ફાળવવામાં આવશે. દંડની રસીદ પણ મશીન દ્વારા નીકળે તે આપવામાં આવશે.
વધુ વાંચો





















