Surat : લોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં જમીન દલાલે બનાવી દીધી દારૂની ફેક્ટરી, જાણો કઈ બ્રાન્ડનો દારૂ બનાવતો?
જમીન દલાલીનો ધંધો ઠપ થઈ જતા આ વેપાર શરૂ કર્યો હતો. ઉમરા ગામમાંથી નકલી દારૂ બનવાનું કારખાનું પકડાયું હતું. મોટી માત્રામાં કેમિકલ, દારૂની બોટલ મળી આવી હતી. ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત: શહેરના ઉમરા વિસ્તારમાંથી નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાતા ભારે ચકચાર મચી ગઈ છે. ઉમરા પોલીસ દ્વારા નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. લોકડાઉનમાં જમીન દલાલીનો ધંધો ઠપ્પ થઈ જતા દારૂનો ધંધો શરૂ કર્યો હતો.
જમીન દલાલીનો ધંધો ઠપ થઈ જતા આ વેપાર શરૂ કર્યો હતો. ઉમરા ગામમાંથી નકલી દારૂ બનવાનું કારખાનું પકડાયું હતું. મોટી માત્રામાં કેમિકલ, દારૂની બોટલ મળી આવી હતી. ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જમીન દલાલ લેન્ડર્સ પ્રાઇડ, ઇમ્પિરિયલ બ્લુનો નકલી ઇંગ્લિશ દારૂ બનાવતો હતો.
ગૃહિણીઓ માટે ફરી એકવાર માઠા સમાચારઃ સાતમ-આઠમના તહેવારો પહેલા ખાદ્યતેલનામાં ભાવમાં ઝીંકાયો વધારો
રાજકોટઃ જન્માષ્ટમીના તહેવાર પહેલા ગૃહણી માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર સીંગ તેલ, કપાસિયા અને પામ તેલના ભાવમાં ફરી ભાવ વધારો ઝીંકાયો છે. 6 દિવસમાં 25 થી 40 રૂપિયા સુધીનો ભાવ વધારો ઝીંકાયો છે. સીંગ તેલ 2465થી વધીને 2490 પહોંચ્યો છે.
કપાસીયા તેલનો ભાવ 2400 થી વધીને 2440 પહોંચ્યો છે. જ્યારે પામ તેલનો ભાવ 1965 થી વધીને 2010 પહોંચ્યો છે. સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગયું છે. બીજી તરફ શાકભાજીના ભાવ પણ વધારે છે, ત્યારે તહેવાર ટાણે જ ભાવ વધારાથી ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે.
Rajkot : કાર-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોતથી અરેરાટી
રાજકોટઃ જામકંડોરણા દુધીવદર ગામ નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. દુધીવદર ગામ નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક, એક મહીલા અને એક નાના બાળકનું મોત નીપજ્યું છે.
એક જ પરીવારના ત્રણ સભ્યોના મોતથી અરેરાટી મચી જવા પામી છે. અકસ્માતમાં કાર ચાલક કાર મુકીને ફરાર થયો તેવું સ્થાનિકોએ મૌખિક જણાવ્યું હતું. મૃતકો કોઈ વાડીના મજૂર હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. જામકંડોરણા પોલીસ દ્વારા અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.





















