શોધખોળ કરો

Honey trap: યુવકે વોચમેનને ફોન કરીને મળવા બોલાવ્યો, યુવતિ સાથે રૂમમાં બંધ કરીને.....

Surat Crime News: મહિધરપુરા તે સ્વાગત એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય કાસીનાથ ભીમનન્ન મડગુ વોચમેન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

Surat: સુરત શહેરના મહિધરપુરા ખાતે રહેતા અને વોચમેનની નોકરી કરતાં યુવક સાથે 6 મહિના પહેલા યુવકે મિત્રતા કેળવી હતી. બાદમાં મળવા બોલાવી પોલીસની ઓળખ આપી 50 હજાર લૂંટી લીધા હતા. હનીટ્રેપમાં ફસાયેલા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

શું છે મામલો

મહિધરપુરા તે સ્વાગત એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય કાસીનાથ ભીમનન્ન મડગુ વોચમેન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ તેલંગાણાના વત્ની કાશીનાથ 6 મહિના પહેલા સવારે પત્ની સાથે પલસાણા ખાતે શેઠના ફાર્મ હાઉસમાં સફાઇ કરવા ગયા હતા. બપોરે ત્યાંથી આવતી વખતે ઉધના મેઇન રોડ પાસે મોપેડનું પેટ્રોલ પૂરું થઈ જતાં ધક્કો મારીને આવતા હતા ત્યારે બાઇક પપરથી પસાર થતાં અજાણ્યાએ પેટ્રોલ કાઢી આપીને મદદ કરી હતી. તેણે પોતાનું નામ જીતુ હોવાનું કહીને કાશીનાથનું નામ, સરનામું અને મોબાઇલ નંબર મેળવ્યો હતો. બાદમાં તે અવારનાર તેમને ફોન કરીને મળવા બોલાવતો હતો પરંતુ ના પાડતા હતા.

ચાર દિવસ પહેલા જીતુએ મળવા બોલાવતાં તેણે આપેલા એડ્રેસ પર તેઓ ગયા હતા. તે આગ્રહ કરીને ઘરમાં લઈ ગયો હતો અને કાશીનાથને અંદરના રૂમમાં બેસાડી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. અંદર એક છોકરી આવતાં કાશીનાથે તેનો મિત્ર જીતુ હારથી બંધ કરીને ગયો હોવાનું કહ્યું હતું. થોડીવારમાં ચાર જણા આવ્યા હતા અને પોલીસ તરીકે ઓળખ આપી હતી.

જેમાંથી બે જણાએ કમરના ભાગે હાથકડી લટકાવી હતી. પોલીસના સિમ્બોલવાળા ખાખી માસ્ક પહેર્યા હતા. તેમણે કાશીનાથને બળજબરીથી કપડા કઢાવી માર મારી બેડ પર સુવડાવી આ ચોકરીની સાથે નગ્ન ફોટા અને વીડિયો લઇ લીધા હતા. પછી જો પોલીસથી છૂટવું હોય તો 5 લાખ રૂપિયા માંગ્યા હતા. કાશીનાથે છેલ્લે બે લાખ તો આપવા જ પડશે તેમ કહીને માર માર્યો હતો. કાશીનાથે 50 હજાર આપવાનું કહી એક વ્યક્તિ પાસેથી પૈસા મંગાવ્યા હતા. આ અંગે તેમણે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પત્નીના ક્રેડિટ કાર્ડમાંથી પણ રૂપિયા ઉપાડી લીધા

કાશીનાથને તેના મિત્ર પ્રવીણે ફોન કરીને મેડિકલ ઈમરજન્સી હોવાથી અરજન્ટ 50 હજારની માંગણી કરી હતી. કાશીનાથ હોસ્પિટલ પહોંચ્યાત્યારે ટોળકીના સાગરિતો ઉભા હતા. કાશીનાથે ફોન પર વાચ કરી પૈસા અજાણ્યા આપવા કહ્યું હતું અને તે પૈસા લઇને નીકળી ગયો હતો. ઉપરાંત ફ્લેટમાં હતા ત્યારે અજાણ્યા ઇસમે કાશીનાથના પર્સમાંથી તેની પત્નીનં ક્રેડિટકાર્ડ કાઢી લીધું હતું અને પાસવર્ડ પૂછીને જતો રહ્યો હતો અને એટીએમમાંથી 18,999 રૂપિયા ઉપાડી લીધા હતા. ઉપરાંત જો કોઈને જાણ કરી તો પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget