શોધખોળ કરો

Surat: એનિવર્સિરીના દિવસે જ પરિણીતાએ ખાધો ગળાફાંસો, શિક્ષક પતિ ગુજારતો હતો અત્યાચાર

Surat News: શિક્ષક પતિ સહિતના સાસરિયા દહેજ માટે ત્રાસ ગુજારતા હોવાથી આત્મહત્યા કરી હોવાની કરી ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાઈ હતી.

Surat News: ડિંડોલી વિસ્તારમાં મેરેજ એનિવર્સરીએ જ પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. જેને લઈ શિક્ષક પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ડિંડોલી પોલીસે પતિ, સસરાની ધરપકડ કરી હતી. પરિણીતાએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. શિક્ષક પતિ સહિતના સાસરિયા દહેજ માટે ત્રાસ ગુજારતા હોવાથી આત્મહત્યા કરી હોવાની કરી ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાઈ હતી.

ક્યારે થયા હતા લગ્ન

મળતી વિગત પ્રમાણે, પરિણીતાનો પતિ શિક્ષક છે અને લગ્ન સમયે 10 તોલા સોનું આપ્યું હોવા છતાં પતિ સહિતના સાસરિયા વધુ દહેજની માંગ કરતા હતા. જેથી પરિણીતાએ એનિવર્સરીના દિવસે જ આત્મહત્યા કરી લીધી હતી. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં રહેતા 55 વર્ષીય હીરામ વિનાયક ત્રંબક પાટીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીના આપઘાત બાદ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે લખાવ્યું હતું, તેમની પુત્રી નેહાના લગ્ન 14 માર્ચ, 2017ના રોજ ભગવાન નથ્થુ બોરસેના પુત્ર વિનોદ સાથે થયા હતા. તે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ તેમની પુત્રી શ્યામવીલા રેસિડેન્સીમાં પતિ, સાસુ, સસરા સાથે રહેતી હતી. લગ્ન જીવન થકી સંતાનમાં એક દીકરો છે.

તું ગામડાની છે, તેને કંઇ કામ કરતા કે રહેતા આવડતું નથી તેવા મેણા મારતો હતો પતિ

લગ્ન બાદ જ્યારે પણ પુત્રી પિયરમાં આવતી અને અહીંથી પરત જતી ત્યારે સાસરિયા સોનું માંગી શારીરિક, માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત જ્યારે તેની નણંદ સુરત આવતી ત્યારે તેના ભાઈને ચઢામણી કરતી હતી. જેથી તે તું ગામડાની છે, તને કંઇ કામ કરતા કે રહેતા આવડતું નથી તેમ કહેતો. 2022માં જ્યારે તે ભાઈના લગ્ન માટે અહીં આવી ત્યારે પતિ પણ આવ્યો હતો અને લગ્નના દિવસે તેને સાથે જઈ જવાની જીદ કરી હતી અને બોલાચાલી કર્યા બાદ જતો રહ્યો હતો. જે બાદ તેને કોઈ સંબંધીને ત્યાં આવવા જવા દેવામાં આવતી નહોતી. 14 માર્ચે તેમને ફોન પર તેમની પુત્રીની તબિયત ખરાબ હોવાની જાણ થઈ હતી. જેથી તેમણે વેવાઈને ફોન કરતાં ઉપાડ્યો નહોતો અને બાદમાં તેમની પુત્રીએ એનિવર્સરીના દિવસે જ આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી.

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget